Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

નાયબ પોલીસ અધિક્ષકના નેતૃત્‍વમાં કેશોદ પોલીસે ૧૪ મોબાઈલ પરત અપાવતા હર્ષ

મોબાઈલ ચોરાયા સાથે ગેર કાયદે ઉપયોગ ન થાય તેવી ભોગ બનનારની ચિંતા દૂર કરતા બિપીન ઠકકર ટીમ

રાજકોટ તા.૨૭:  મોબાઈલ ફોનનો ઉપયોગ હવે તવંગર હોય કે મધ્‍યમ વર્ગ પછી સામાન્‍ય વર્ગ માટે જીવનનો મહત્‍વનો વિષય બન્‍યો છે, હવે તસ્‍કરો માટે પણ મોબાઈલ ચોરી એક ફાયદામય ધંધો બની ગયો છે.

આવા ચોરીના મોબાઈલનો ઉપયોગ દ્યણી વખત તસ્‍કરો ગેર કાનૂની કાર્યમાં કરેછે ત્‍યારે જેના મોબાઈલ ચોરાયા હોય તેમને બેવડો માર પડે છે આ બાબત ખૂબ સારી રીતે સમજતા કેશોદના નાયબ પોલીસ અધિક્ષક બિપીન ઠક્કર દ્વારા જૂનાગઢ રેન્‍જ આઇજી મયંકસિંહ ચાવડા અને એસપી રવી તેના વાસમ સેટી સાથે પરામર્શ કરી આખી ટીમ એક્‍ટિવ કરી મોબાઈલ ગેંગ પકડવા સાથે તાજેતરમાં બિપીન ઠક્કર ટીમે ૧૪ મોબાઈલ પરત અપાવી પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કરતા લોકોમાં હર્ષ ફેલાયો હતો .                    

 આ ઉમદા કાર્યમાં કેશોદ પીઆઇ બી.બી.કોળીના નેતૃત્‍વ હેઠળ નીચે મુજબ ટીમની ભૂમિકા સરાહનીય રહી હતી .

આ કામગીરીમાં ટેકનીકલ સર્વેલન્‍સની ફરજ બજાવતા એસ.ડી.પી.ઓ.કચેરી કેશોદના પી.સી. લખમણ માલદેભાઇ સોલંકી તેમજ કેશોદ પોલીસ સ્‍ટેશનમાં ફિલ્‍ડ વર્કની ફરજ ડબલ્‍યુએચસી શિતલબેન ભુપતભાઇ જોડાયેલ હતા

(12:32 pm IST)