Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દ્વારકા જીલ્લામાં પોલીયોના ટીપા પીવડાવવા ૩૯૧ બુથ રચાયા

ખંભાળીયા, તા., ૨૭: દ્વારકાના મુખ્‍ય જીલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો.એમ.એન.ભંડેરી દ્વારા જણાવ્‍યા મુજબ જીલ્લા દેવભુમી દ્વારકામાં આશરે ૯૭૯૫૨ બાળકોને પ્રથમ દિવસે ૩૯૧ પોલીયોના બુથ ઉપર તેમજ બીજા અને ત્રીજા દિવસે ૭૮૪ ટીમો તેમજ ૧૦૬ મોબાઇલ ટીમ દ્વારા ઘરે-ઘરે ફરી જીલ્લાના ૦-૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલીયો રોગ સામે લડત આપવામાં આવશે. જીલ્લાના દરેક આંગણવાડી કેન્‍દ્રો, પ્રા. આ. કેન્‍દ્રો, પેટા આરોગ્‍ય કેન્‍દ્રો, સરકારી હોસ્‍પીટલો, રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેશનો, ધાર્મિક સ્‍થળો ઉપર બુથનું આયોજન કરવામાં આવેલ છે. જીલ્લાના હાઇરીસ્‍ક વિસ્‍તારો તેમજ ૧૦૨ ટ્રાન્‍ઝીસ્‍ટ પોઇન્‍ટ પર પોલીયોની રસી પીવડાવવામાં આવશે. જનસમુદાયમાં જનજાગૃતી લાવવા જાગૃત નાગરીકો દ્વારા તેમના આજુબાજુના વિસ્‍તારમાં બાળકોને રવિવારના રોજ

પોલીયોના બુથ ઉપર જઇ પોલીયોના રસી અપાવવા માટે પ્રોત્‍સાહીત કરવા અને આ કાર્યક્રમને સંપુર્ણ સહકાર આપી ૦ થી પ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલીયોથી રક્ષીત કરવા જીલ્લા દેવભુમી દ્વારકાના કલેકટરશ્રી દ્વારા અપીલ કરેલ છે.

 

(1:14 pm IST)