Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ગોંડલ યાર્ડમાં નવીનીકરણ સુવિધાઓનું રાઘવજીભાઇ પટેલના હસ્‍તે લોકાર્પણ

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે રૂા.૩ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા ભોજનાલય, ગેસ્‍ટહાઉસ, ઓફિસ સંકુલ તથા નવનિર્મિત આરોગ્‍ય કેન્‍દ્રનું કળષિ તથા સહકાર મંત્રી દ્વારા લોકાર્પણ કરાયુ હતુ.જ્‍યારે આધુનિક શેડ સહિત અન્‍ય સુવિધાઓ માટે સંપાદિત કરાયેલી ૩૮ વિઘા જમીનમાં ખાતમુહૂર્ત કરાયુ હતુ. માર્કેટ યાર્ડ ખાતે વિશાળ સંખ્‍યા મા ઉપસ્‍થિત ખેડૂતોની હાજરી વચ્‍ચે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્‍યના કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યુ કે ગુજરાતભરમાં ગોંડલ માર્કેટ યાર્ડે રેકોર્ડ બ્રેક નફો કરી અવ્‍વલ સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે.અને ગુજરાત નુ મોડેલ યાર્ડ બન્‍યુ છે. સહકાર મંત્રી જગદીશ વિકર્માએ કહ્યુ કે ગોંડલનું યાર્ડ ગુજરાત સૌરાષ્‍ટ્રનું હૃદય છે.ખેડૂતો ને યોગ્‍ય વળતર અને સુવિધાઓ અહી ઉપલબ્‍ધ છે.વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નુ ખેડૂત તથા કળષી લક્ષી વિઝન અહી સાકાર થઈ રહ્યુ છે.  ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, અજયભાઈ પટેલ, ભરતભાઈ બોઘરા સહિતે માર્કેટ યાર્ડ ને બેનમુન ગણાવી પ્રગતિને બિરદાવી હતી. પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજાએ અહી ખેડૂતો ના વિાસનું જતન થાય છે તેવુ જણાવ્‍યુ હતુ. યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ યાર્ડની પ્રગતિ ટીમ વર્ક ને આભારી હોવાનું જણાવ્‍યુ હતુ.  લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રફુલભાઈ ટોળીયા, અશોકભાઈ પિપળીયા,યાર્ડ ના વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય, તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:52 am IST)