Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

દેવભૂમિ જિલ્લાની તમામ બેંકોમાં બહાર ગ્રાહકોની લાઇનો : તડકાથી ભારે પરેશાન

સોશ્યલ ડીસ્ટન્સની કડક અમલવારીથી

ખંભાળીયા, તા. ર૭ : હાલમાં લોકડાઉનની સ્થિતિ તથા સોશ્યલ ડિસ્ટન્સ અને દોં ગજની દુરીનો મંત્ર અપાયો છે. પણ ખંભાળીયા સહિત સમગ્ર જિલ્લામાં બેંકમાં સ્થિતિ એવી થાય છે કે જાણે અહીં સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનો તો ઉલાળીયો જ થતો હોય તેમ સ્પષ્ટ જણાય છે.

બેંકો સામાન્ય રીતે ૧૦-૩૦ વાગ્યે ખુલે છે, પણ ગામડેથી લોકો સવારના ૮ વાગ્યાથી કતારોમાં ઉભા રહી જાય છે અને બપોરે ભરતડકામાં છાંયડા વગર, પાણી વગર ધક્કા ખાતા કતારોમાં ઉભા જ રહે છે.

હાલ દ્વારકા જિલ્લામાં તમામ પોઝીટીવ કેસ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયા છે તથા દિવસોથી નવો કેસ થયો નથી પણ હાલ અન્ય જિલ્લાશ્રાજયમાંથી કે દેશમાંથી લોકો રોજ આવી રહ્યા છે. ત્યારે અહીં સોશ્યલ ડિસ્ટન્સ વગરના લોકોની કતારો પ્રશ્ન સર્જે તો નવાઇ નહી.

જોકે લોકડાઉનનો ભોગ બનેલા લોકો મોટી બેંકો દ્વારા પણ પાણી સુવિધા કે છાંયડાની વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી.

નોટબંધી વખતે આવી વ્યવસ્થા અનેક સ્થળે થતી હતી જયારે લોકડાઉનમાં ગ્રાહકો રોજ કતારોમાં ધોમ તડકામાં ઉભા જ રહે છે.

જિલ્લાના તમામ સ્થળે આવી સ્થિતિ છે ત્યારે જિલ્લા તંત્ર આ બાબતે ધ્યાન આપે તેવી લોકમાંગ છે.

(12:58 pm IST)