Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ દ્વારા વેરા માફ કરવા આવેદન

પ્રભાસ પાટણઃ વેરાવળ પાટણ શહેરઙ્ગ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોના ૩ મહિના ના વીજળી બિલ માફ કરવા, ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોના ટોટલ વેરા માફ કરવા અને ખાનગી શાળા ની આગામી સેક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફ્રી માફ કરવા, ગરીબ મધ્યમ વર્ગના વિવિધ પ્રશ્નોની લોક માંગણીને લઈ નાયબ કલેકટર કચેરી વેરાવળ ખાતે પ્રાંત અધિકારી શ્રી પ્રજાપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમા વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ના પ્રમુખ દિનેશ ભાઈ રાયઠ્ઠઠા તેમજ વેરાવળ કોંગ્રેસ આગેવાન જયકર ભાઈ ચોટાઈ તેમજ વેરાવળ કોંગ્રેસ આગેવાન અફઝલ સર તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રવીણ ભાઈ ગઢિયા (પ્રેમ) તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ તેમજ ઉ.પ્રમુખ યગ્નેંશ ભાઈ સીરોદરિયા તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ઉ.પ્રમુખ હર્ષલ ભાઈ ઋષિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ એસસી સેલ પ્રમુખ નરેશ ભાઈ ચાવડા તેમજ કોંગ્રેસ કાર્યકર હિતેશ ભાઈ સોલંકી હાજર રહ્યા હતા અને ગરીબો અને મધ્યમ વર્ગના વિવિધ પ્રશ્નોને લઈ પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ. પ્રભાસ પાટણ)

(11:33 am IST)