Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પોરબંદરના નવનિયુકત એસ.પી. રવિ મોહન સૈનીએ ૧૪ વર્ષની ઉંમરે કેબીસીમાં ૧ કરોડનું ઇનામ મેળવેલ

એમબીબીએસની ડીગ્રી ધરાવતા રવિ મોહન સૈનીએ જાત મહેનતથી યુપીએસસીની પરીક્ષા પાસ કરેલ : તેમના પિતા નિવૃત નેવી અધિકારી

પોરબંદર, તા. ર૭ : પોરબંદર જિલ્લાના નવનિયુકત એસપીશ્રી રવિ મોહન સૈની સ્કૂલથી તમામ ધોરણમાં ફર્સ્ટ આવેલ અને ર૦૦૧માં તેમણે ૧૪ વર્ષની ઉંમરે કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં ભાગ લઇને એક કરોડનું ઇનામ જીતી ગયેલ હતાં.

એમબીબીએસની ડીગ્રી ધરાવતા એસ.પી. રવિ મોહન સૈનીએ પોતાની જાત મહેનતથી સને ર૦૧૩માં યુપીએસસી પરીક્ષા પાસ કરેલ અને આઇપીએસ અધિકારી બનેલ. તેમના પિતા એમ.એલ. સોનીએ જણાવ્યું હતું કે રવિ સ્કૂલથી જ ટોપર છે. તેમણે સેલ્ફ-સ્ટડી કર્યા પછી ૨૦૧૩ માં યુપીએસસીની પરીક્ષા કિલયર કરી હતી.

આ અગાઉ ૨૦૧૨ માં, આઈપી ટેલિકમ્યુનિકેશનમાં તેની પસંદગી કરવામાં આવી હતી.  જયાં તેણે ૮ મહિના તાલીમ પણ લીધી હતી. એક ઇન્ટરવ્યુ દરમિયાન રવિએ કહ્યું હતું કે તબીબી અભ્યાસ દરમિયાન મિત્રો તેને ઘણી વાર સિવિલ સર્વિસિસ માટે તૈયાર રહેવાની સલાહ આપેલ હતી.

તેમણે કેબીસીમાં જીતેલા પૈસામાંથી  ે તેના પરિવારને એક કાર ભેટમાં આપી હતી.  તેમના પિતા એમ.એલ. સોની નિવૃત્ત્। નેવી અધિકારી છે. તેના પરિવારમાં એક મોટો ભાઈ અને બહેન પણ છે.

વડીલ ભાઈ શશી મોહન એન્જિનિયર છે અને બહેન શમા સૈની એક શિક્ષક છે. ૨૦૦૧ માં 'કૌન બનેગા કરોડપતિ જુનિયર' માંથી એક કરોડ જીતનાર રવિ તે સમયે દસમા ધોરણમાં ભણતો હતો.

(11:29 am IST)