Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કચ્છમાં વધુ ૨ પોઝિટિવ સાથે દર્દીઓનો આંક ૬૯

નવા બન્ને દર્દીઓ પણ મુંબઈનાઃ બહારથી આવનારા દર્દીઓનો વિસ્ફોટઃ અન્ય દર્દમાં ટેલી મેડીસીનથી માર્ગદર્શન

ભુજ,તા.૨૭: કચ્છમાં કોરોનાના ફૂંફાડા હજીયે ચાલુ જ છે. ત્રણ દિ'ના વિરામ બાદ ૨ પોઝિટિવ દર્દીઓ સાથે કોરોનાએ હાજરી પુરાવી છે. એની સાથે જ કોરોનાના દર્દીઓનો આંકડો ૬૯ પર પહોંચ્યો છે.

નવા દર્દીઓમાં માંડવીના મદનપુરા ગામના ૪૭ વર્ષીય આધેડ તેમ જ મુન્દ્રાના ડેપા ગામના ૨૭ વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. બન્ને હોમ કવોરેન્ટાઇનમાં હતા અને મુંબઈથી આવેલા હતા.ઙ્ગ

કચ્છમાં મુંબઈથી આવેલા લોકોને કારણે જ કોરોનાનો વિસ્ફોટ થયો છે. દરમ્યાન કોરોનાને કારણે દાખલ દર્દીઓને અન્ય બીમારીઓમાં ટેલી મેડીસીનથી માર્ગદર્શન અપાય છે.

આદિપુરમાં હરિઓમ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા મેઘપર બોરીચીના દર્દીને પેટની જટિલ બીમારી હોઈ તે સંદર્ભે નિષ્ણાત તબીબ ડો. પાર્થ જાનીનું ટેલી મેડિસિન દ્વારા માર્ગદર્શન મેળવાયું હતું.

(10:48 am IST)