Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મોરબીમાં રસ્તામાંથી રિક્ષા દૂર લેવાનું કહેતાં શૈલેષ સથવારા પર હુમલોઃ હાથ ભાંગી નાંખ્યો

માથામાં પણ ગંભીર ઇજાઃ પડોશી મુસ્લિમ શખ્સોએ ધોકાના ઘા ફટકાર્યા

રાજકોટ તા. ૨૭: મોરબીમાં પંચાસર રોડ પર પર રહેતાં સથવારા યુવાન શૈલેષ અમરશીભાઇ કણઝારીયા (ઉ.વ.૩૦) પર તેના પડોશમાં જ રહેતાં મુસ્લિમ શખ્સોએ ધોકાથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા કરતાં અને હાથ ભાંગી નાંખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

શૈલેષ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો છે અને ગેરેજમાં કામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. શૈલેષના પરિવારજનના કહેવા મુજબ પડોશી પરિવારના લોકો રસ્તામાં જ પોતાના વાહન પાર્ક કરી દે છે તેને કારણે અમારે વાહન લઇને નીકળવું હોય તો પણ નીકળી શકાતું નથી. ગઇકાલે એક ભાઇ રિક્ષા લઇને નીકળ્યા ત્યારે પડોશીનું બાઇક રસ્તામાં હતું તે સાઇડમાં લેવાનું કહેતાં માથાકુટ થઇ હતી. ત્યાં શૈલેષ ગેરેજથી રિક્ષા લઇને આવ્યો હતો અને તેણે પણ વાહન દૂર લેવાનું કહેતાં હુમલો કરાયો હતો. એક વખત હુમલો કરવામાં આવ્યા બાદ ફરીથી છ-સાત જણા આવ્યા હતાં અને શૈલેષને વધુ માર મારી ભાગી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(10:27 am IST)