Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં એક સાથે ૬ કોરોના પોઝીટીવ

ધ્રાંગધ્રામાં ૩, ચુડામાં ૨ અને પાટડીમાં ૧ વ્યકિતને કોરોનાઃ ૧૫ દિવસમાં કેસની સંખ્યા વધી

વઢવાણ, તા.૨૭: સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે ફરી એક વખત કોરોના સંક્રમણનો બોંબ ફૂટયો છે ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં છ પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે ચિંતા પ્રસરી છે. જિલ્લાના ધાંગધ્રામાં ૨ ચુડામાં ૨ અને પાટડી થી તાલુકામાં એક કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તાલુકાઓમાં કોરોનાની એન્ટ્રી ન હતી તે તાલુકાઓમાં પણ છેલ્લા પંદર દિવસમાં કોરોના વાયરસની એન્ટ્રી થવા માંડી છે..

ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ઈસરાળા ગામ વસવાટ કરતા મગજી ભાઈ ગમારા ઉંમર વર્ષ ૫૫ નો રિપોર્ટ આજે વહેલી સવારે પોઝિટિવ આવ્યો છે ત્યારે બીજી તરફ ધાંગધ્રા તાલુકાના જેગાડા ગામના મીનાબેન રાઠોડ ઉમર વર્ષ પચ્ચીસ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે . ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ માં રહેતા અક્ષય સિંહ ઝાલા ઉંમર વર્ષ ૨૪ નો રિપોર્ટ પણ આજે વહેલી સવારે પોઝિટિવ આવ્યો છે. ત્યારે ધાંગધ્રા માં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અને ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક જ બલાડા ગામ માં કોરોનાવાયરસ ના બે પોઝીટીવ કેસો આવતા નાનું એવું બલાળા ગામ ચિંતા માં મુકાયું છે અને કોરોના સંક્રમણનો ખતરો લોકોમાં ભઈ ફેલાવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના બલાડા ગામમાં વસવાટ કરતા દક્ષાબેન મનોજભાઈ સોલંકીને આજે વહેલી સવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આ પામ્યો છે ત્યારે આ ગામમાં વસવાટ કરતા ઈશ્વરભાઈ પટેલ ઉંમર ૨૮ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા સમગ્ર ગામમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે..

જિલ્લાના પાટડીના અખીયાળી ગામ ના કરણભાઈ વિઠલાપરા ઉંમર ૧૯ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક જ દિવસમાં છ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામોમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ તે ગામોમાં પણ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે..

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે એક સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશાસન વિભાગની ચિંતામાં વધારો કર્યો છે ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો છેલ્લા પંદર જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના પગલે હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કુલ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે જેમાંથી ચાર લોકો સાજા થઈને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યો છે ત્યારે હજુ પણ ૨૬ લોકો સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.(૨૩.૧૦)

(11:22 am IST)