Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સાત માસના બાળકને કોરોનામુક્ત કરતી ભાવનગરની તબીબી ટીમ

અગાઉ ૯૨, ૯૦ વર્ષના દર્દીને કોરોનામુક્ત થયા હતા : ભાવનગરમાં આજે કોરોનાગ્રસ્ત બે દર્દીઓનો સઘન સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ :તબીબની સઘન કામગીરી

અમદાવાદ, તા. ૨૬ : ભાવનગરમાં આજે કોરોનાગ્રસ્ત દર્દીઓનો સઘન સારવારના અંતે હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. ત્યારે ફરી એક વાર ભાવનગરના તબીબોએ સાબિત કરી આપ્યુ હતુ કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ તેમજ કારગર છે. ૯૨ વર્ષ, ૯૦ વર્ષ તેમજ ૧૮ માસના દર્દીને કોરોના મુક્ત કર્યા બાદ માત્ર માસના બાળકને પણ આજે કોરોનામુક્ત કરવામા ભાવનગરની તબીબી ટીમને સફળતા મળી છે. અગાઉ ૯૨ વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દીને સઘન સારવારના અંતે કોરોનામુક્ત કરવામા સફળ રહેલી મેડિકલ ટીમે આજે ૧૮ માસના બાળકને પણ કોરોનાના રોગમાથી મુક્ત કરી એક નવો કિર્તીમાન સર્જ્યો છેમુળ ફરીયાદકાના વતની એવા માનવ સાગરભાઈ ધામેચા નામના માસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત તા.૧૬ મે ના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ.

           જ્યાં મેડીકલ ટીમની સઘન સારવાર તેમજ શ્રેષ્ઠ સેવાના પરિણામ સ્વરૂપે માનવે માસની કુમળી વયે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરી હતી.ત્યારે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી કારગર છે. અત્રે ઉલ્લેખનિય છે કે આજરોજ માનવ ધામેચા સિવાય તળાજાના ૪૦ વર્ષીય મુક્તાબેન બાંભણીયા પણ કોરોનામુક્ત થતા જિલ્લાના કુલ ૧૧૮ પોઝીટીવ કેસ પૈકી કુલ ૯૬ દર્દીઓ કોરોના પર વિજય મેળવવામા સફળ રહ્યા છે. જ્યારે હાલ ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

(10:25 pm IST)