Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા

વાજડી, ઘોકડવા, તુલસીશ્યામમાં વરસાદ:સાવરકુંડલાના આંબરડી, થોરડી, જાબાળમાં છાંટા :ખાંભાના કેટલાંક ગામોમાં પણ વરસાદી માહોલ

રાજકોટ ;આજે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો બપોર બાદ પવનનું જોર વધયુંહતું જોકે ગરમ પવન ફુંકાતા લૂ વરસી રહી હતી તેવામાં ગીર સોમનાથ ,જૂનાગઢ, અમરેલી જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા જેમાં વાજડી, ઘોકડવા, તુલસીશ્યામમાં વરસાદ નોંધાયો હતો.

   જ્યારે અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. સાવરકુંડલાના આંબરડી, થોરડી, જાબાળમાં વરસાદ પડ્યો હતો. તો ખાંભાના કેટલાંક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિસ્તારમાં છૂટાછવાયા વરસાદથી લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

   બીજીતરફ પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે થયેલાં વરસાદને પગલે ખેડૂતોમાં ચોમાસું ખેંચાશે તે બીકે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગીરમાં હજી આંબા પર કેરીઓ હોવાથી તેમાં બગાડ થવાની બીકે આંબાના બગીચા ધરાવતા લોકોમાં પણ ચિંતા પ્રસરી હતી.

(10:54 pm IST)