Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ગુમ થનાર કિશોર વયના બે સગા ભાઈઓને માત્ર ૪૮ કલાકમાં શોધી કાઢતી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની વિરપુર (જલારામ) પોલીસ:ફરજ અને માનવતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ

વીરપુર (જલારામ 0ના બે કિશોર વયના સગા ભાઈઓ ગૂમ થયાના માત્ર બે દિવસમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની વીરપુર (જલારામ પોલીસે શોધી કાઢીને ફરજ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ અંગેની વિગત મુજબ વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશનમાં ગઈ તા: ૨૪/૦૫/૨૦૧૮ ના રોજ ફર્સ્ટ ગુ.ર.નં ૧૬/૧૮, ઈપીકો કલમ ૩૬૩ મુજબના કામે હકીકત એવી રીતેની છે કે ફરીયાદી રમેશભાઇ પરસોતમભાઇ પરમાર (જાતે રાવળ, ધંધો- મજુરી, રહે- વિરપુર, રાણબાગ સામે વૃધ્ધાશ્રમના રસ્તે, તા- જેતપુર )ને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરાઓ છે. જે બે સગીર વયના દિકરા નામે સંજય,( ઉ.વ ૧૨ )તથા અનીલ, (ઉ.વ ૧૦ )નાઓ ગઈ તા: ૨૦/૦૫/૧૮ ના રોજ ઘરેથી સવારના અગીયારેક વાગે ઘરેથી નિકળી ચાલી ગયેલ અને રાત્રીના નવેક વાગે પરત આવતા ફરીયાદીની પત્નિ રેખાબેને તેમના બન્ને દિકરાઓ સંજય તથા અનીલ ને આખો દીવસ જમવા ઘરે કેમ આવેલ નહી ઘરે આવો તમારો વારો કાઢુ છુતેમ કહેતા બન્ને કિશોર વયના સગા ભાઈઓ રીસાઈને ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયેલ જે બીજા દિવસ તા: ૨૧/૦૫/૨૦૧૮ સુધી ઘરે પરત નહી આવતા ફરીયાદી અને તેમની પત્નિ રેખાબેનને તેમના બન્ને દિકરા સંજય અને અનિલ સોમનાથ કે જુનાગઢ તેમના સબંધીઓને ત્યા ચાલી ગયેલ હશે તેમ માની તેમની રીતે તપાસ કરતા તેમના બન્ને બાળકો મળી આવેલ નહી. ત્યારબાદ ફરીયાદી રમેશભાઈને કોઈ અજાણ્યો આરોપી ઈસમ તેમના બન્ને સગીર વયના બાળકો સંજય અને અનીલ ને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનો પાક્કો શકવહેમ પડતા અત્રે ગઈ તા: ૨૪/૦૫/૧૮ ના રોજ ઈપીકો કલમ ૩૬૩ મુજબની ફરીયાદ નોંધાવતા ગુન્હાની ગંભીરતા અને બે સગા કિશોર વયના બાળકોના અપહરણની હકીકત જોતા ઉપરી અધિકારીશ્રીઓનુ ધ્યાન દોરી વિરપુર (જલારામ) પો.સ્ટે થી તથા I/C સર્કલ પોલીસ ઈન્સપેક્ટર, ધોરાજી વિભાગ શ્રી એમ.વી.ઝાલા સાહેબ નાઓએ ગુન્હાની તપાસ તજવીજ શરૂ કરેલ.

 ઉપરોક્ત બાબતે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂદ સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રુતી મહેતા  તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝેડ આર દેસાઈ  જેતપુર વિભાગ તથા I/C સર્કલ પોલીસ ઈન્સપેક્ટર, ધોરાજી વિભાગ એમ.વી.ઝાલા નાઓએ બે સગા કિશોર વયના બાળકો સંજય અને અનીલ ને શક્ય તેટલા ઓછા સમયમાં મહત્તમ પ્રયાસો કરી શોધી કાઢવા *ડે-ટુ-ડે જરૂરી તમામ માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડેલ હતી*, તેમજ અપહ્યત બાળકો સત્વરે શોધી કાઢવા સારૂ રાજકોટ જિલ્લાની એલ.સી.બી શાખાના I/C  પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.ચાવડા  PSI શ્રી બી.એન.ચૌધરી  તથા સ્ટાફના માણસો જોડાયેલ હતા.

  આ ગુન્હાની તપાસ દરમ્યાન *પોલીસ માટે નીચેના મુદ્દાઓ પડકારરૂપ સાબીત થયેલા

*(૧)* બનાવમાં ફરીયાદી પક્ષ શ્રમજીવી અને મજુરીકામ કરતા હોય જેઓ પાસે તેમના જ અપહ્યત થયેલ બન્ને બાળકોના ફોટો નહોતા અને તપાસ દરમ્યાન પણ તેમના તમામ સબંધીઓ કે પાડોશીઓ પાસેથી બન્ને બાળકોની ઓળખ પ્રસ્થાપીત થાય તેવા કોઈ ફોટો કે પુરાવા મળેલ નહી.

*(૨)* વિરપુર (જલારામ) રેલ્વે સ્ટેશને તપાસ કરતા ત્યા CCTV કેમેરા પણ લાગેલા નહોતા તેમજ વિરપુર બસ સ્ટેશન ખાતે CCTV કેમેરા લાગેલ પણ ત્યા કોઈ ઓપરેટર ના હોય ઉપરોક્ત બન્ને સંજોગોમાં બે બાળકોને શોધી પરત લાવવા વધુ મુશ્કેલીરૂપ જણાયેલ.

*(૩)* ફરીયાદી રમેશભાઈ તથા તેમની પત્નિ રેખાબેન એમ બન્નેના સગા વહાલાઓ જુનાગઢ, જામનગર, સોમનાથ, વેરાવળ એમ અલગ અલગ જગ્યાએ રહેતા આશરે વીસ થી વધુ સબંધીઓને પુછપરછ કરતા પણ બાળકો બાબતે કોઈ હકીકત મળેલ નહી

*(૪)* વિરપુર (જલારામ) પોલીસ સ્ટાફ તથા ત.ક.અમલદાર I/C સર્કલ પોલીસ ઈન્સપેક્ટરશ્રી, એમ.વી.ઝાલા સા ના પોલીસ સ્ટાફ દ્વારા ફરીયાદ દાખલ થયા તારીખ થી અવારનવાર અને સતત વિરપુર (જલારામ) પો.સ્ટે વિસ્તારના તમામ ગેસ્ટ હાઉસ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, અવાવરૂ તેમજ શક પડતી જગ્યા, પડાવ, ધાર્મીક સ્થળો, ચા-પાણી તથા નાસ્તાની લારીઓ, હાઈવે પરની તમામ હોટલો ચેક કરવામાં આવેલ. તદુપરાંત ગોંડલ તાલુકા, જેતપુર સીટી, જેતપુર તાલુકાના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન ભીડભાડવાળી જગ્યા તેમજ બઝાર ચેક કરવામાં આવેલ: તેમ છતા બન્ને બાળકો વીશે કોઈ ભાળ મળેલ નહી.

*(૫)* અપહ્યત બન્ને બાળકો પાસે કોઈ મોબાઈલ ફોન નહોતા, જેથી તેમને ટ્રેસ કરી શોધી શકાય.

ઉપરોક્ત તમામ વિપરીત સંજોગો અને બન્ને બાળકોની ઓળખના અભાવે* અને માત્ર સંજયે લાલ કલરનો ચોકડા વાળો શર્ટ તથા બ્લુ પેન્ટ પહેરેલ છે, પગમાં રબરના ચંપલ પહેરેલ છે, વાને શ્યામ છે, ઉંચાઇ આશરે ચાર ફુટ જેટલી છે, નાક પર જુનુ લાગેલા નું નીશાન છે અને એક હાથમાં કલાઇ પર અંગ્રેજીમાં એસત્રોફાવેલ છે તેમજ અનીલે બ્લુ અને વ્હાઇટ પટ્ટા વાળો શર્ટ તથા બ્લુ પેન્ટ પહેરેલ છે, પગમાં સેન્ડલ પહેરેલ છે, વાને શ્યામ છે, ઉચાઇ આશરે ત્રણેક ફુટ જેટલી છે, એક હાથે કલાઇ પર અંગ્રેજીમાં લખેલ છે તે મુજબના વર્ણન હકીકતના આધારે ગુન્હાની તપાસ ચાલુ હતી.

આ દરમ્યાન વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા નાઓએ તેમના અંગત અને ભરોસાના બાતમીદારો તથા જુનાગઢ, રાજકોટ જિલ્લા, રાજકોટ શહેર, અમદાવાદ, અમરેલી, સુરત શહેર વિસ્તારના તેમના PSI સાથી મીત્રો અને જિલ્લા બાળ સુરક્ષા એકમ અને અનાથાશ્રમો ની ઓળખાણોનો ઉપયોગ કરી અપહ્યત બાળકોને શોધી લાવવા સતત તપાસમાં લાગેલ હતા.

દરમ્યાન ગઈ તા: ૨૬/૦૫/૨૦૧૮ ના રોજ ક. ૧૭/૩૦ વાગેના અરસામાં વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા નાઓને બાતમી હકીકત મળેલ કે ગુન્હામા જણાવેલ વર્ણન મુજબના કિશોર વયના બે સગા ભાઈઓ ગઈકાલે મોડી રાત્રીના ભુજ, G K જનરલ હોસ્પિટલ પાસે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરખાતે હાજર છે, જે આધારે સંસ્થા પર હાજર સ્ટાફ પાસેથી બન્ને બાળકોના ફોટોગ્રાફ્સ મંગાવી ફરીયાદીશ્રીને બતાવી ઓળખ ખરાઈ કરતા ફોટોગ્રાફમાં જણાવેલ બાળકો જ ગુન્હાના અપહ્યત થયેલ બાળકો હોવાનુ પ્રસ્થાપીત થતા તાત્કાલીક ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરી તેઓની મંજુરી મેળવી તા: ૨૬/૦૫/૧૮ ના રોજ ફરીયાદી પક્ષને સાથે રાખી સરકારી વાહનમાં પોલીસ ટીમને ભુજ જવા રવાના કરેલ અને જે આજરોજ તા: ૨૭/૦૫/૧૮ ના રોજ પરત વિરપુર(જલારામ) પોલીસ સ્ટેશન ખાતે સહીસલામત પરત આવતા બન્ને અપહ્યત બાળકોનો કબ્જો તેમના માતા-પિતાને સોંપેલ છે.

   અપહ્યત બન્ને બાળકો સંજય અને અનીલ ને પુછપરછ કરતા* તેઓએ જણાવેલ કે મમ્મી રેખાબેને આખો દીવસ જમવા ઘરે કેમ આવેલ નહી ઘરે આવો તમારો વારો કાઢુ છુતેમ ધમકાવતા રીસાઈને બન્ને ભાઈઓ વિરપુર થી ટ્રેનમાં સોમનાથ ચાલી ગયેલ, બાદ સોમનાથ દરીયામાં સ્નાન કરી અમદાવાદ જતી ટ્રેનમાં બેસી ગયેલ, બાદ અમદાવાદ થી સુરેન્દ્રનગર જેવા રેલ્વે સ્ટેશન થઈ ભુજ પહોચી ગયેલા અને ત્યારબાદ ભુજમાં રીક્ષામાં બેસી હરતા ફરતા જ્યુબીલી સર્કલ પાસે આવેલ ઈન્દીરા પાર્ક નામના બગીચામાં મોડી રાત્રી સુધી રમી સુઈ ગયેલા, જે બગીચાના ચોકીદારે કોઈ સેવાભાવી ઈસમને જાણ કરતા આ સેવાભાવી ઈસમ બન્ને બાળકોને ભુજ, G K જનરલ હોસ્પિટલ પાસે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરખાતે તા: ૨૫/૦૫/૧૮ ના રોજ મોડી રાત્રીના આશરે બારેક વાગે સોંપી ગયેલ.

  અત્રે એ નોંધનીય બાબત છે કે અપહ્યત બન્ને બાળકો તેમના માતા પિતાના ગુસ્સે થવાથી અગાઉ પણ આશરે ત્રણ થી ચાર વાર ઘરેથી ચાલી ગયેલ અને તે જ દિવસે મોડી રાત્રીના કે બીજા દિવસે પરત પાછા ઘરે આવી ગયેલા હતા.

  ઉપરોક્ત કામગીરી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂદ સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રુતી મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝેડ આર દેસાઈ સાહેબ, જેતપુર વિભાગ તથા I/C સર્કલ પોલીસ ઈન્સપેક્ટર, ધોરાજી વિભાગ શ્રી એમ.વી.ઝાલા સાહેબ, નાઓના ડે-ટુ-ડે માર્ગદર્શન અને સુચના મુજબ અને *વિરપુર(જલારામ) પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા નાઓને મળેલ બાતમી હકીકત આધારે* અપહ્યત થનાર કિશોર વયના બે સગા ભાઈઓને માત્ર ગણતરીના ૪૮ કલાકમાં શોધી લાવવાની પ્રશંસનીય કામગીરી વિરપુર(જલારામ) પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા તથા ASI પ્રેમજીભાઈ ધનજીભાઈ રેવર તથા UHC રમણીકભાઈ રણછોડભાઈ તથા UHC વિરરાજભાઈ જીતુભાઈ તથા UHC ભોળાભાઈ કેશુભાઈ તથા UHC ધિરેન્દ્રભાઈ ગોરધનભાઈ તથા ULR પરેશકુમાર જયરાજભાઈ તથા WLR રજનીબેન પ્રકાશભાઈ તથા LCB શાખાના I/C પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.એમ.ચાવડા સાહેબ, PSI બી.એન.ચૌધરી સાહેબ તથા I/C CPI શ્રી, ધોરાજી સ્ટાફના UHC સુરેશભાઈ ગોરધનભાઈ તથા ધોરાજી પો.સ્ટે ના UHC વલ્લભભાઈ ઠાકરશીભાઈ વિગેરેનાઓએ ટીમવર્કથી *અપહ્યત થનાર કિશોર વયના બે સગા ભાઈઓને માત્ર ગણતરીના ૪૮ કલાકમાં શોધી લાવવાની પ્રશંસનીય કામગીરી કરેલ છે.*

(8:44 pm IST)