Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

છાંયા નગરપાલિકાના વિપક્ષી નેતા-પુત્ર સહિત ૭ શખ્સોના આગોતરા જામીન મંજુર

પોરબંદર :  છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઇ કાનાભાઇ ખૂંટી તેમજ અન્ય શખ્સો સામે એવા મતલબની ફરીયાદ કરવામાં આવી હતી કે ભોજાભાઇએ પેશકદમી કરેલ હોવાની અરજી કારાભાઇ પરમારે આપી હતી અને તેનો ખાર રાખીને કારાભાઇ પરમારને માર માર્યો હતો આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

દરમિયાન ભોજાભાઇ કાનાભાઇ ખૂંટી સહિતના શખ્સોએ આગોતરા જામીન મેળવાવ અરજી કરી હતી અને એડીડિસ્ટી જજ દ્વારા શરતોને આધીન જામીન અરજી મંજુર કરી હતી.

(12:17 pm IST)