Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

પોરબંદર જિલ્લામાં ચાર લાખના દેશી-વિદેશી દારૂ સાથે ૮ શખ્સો ઝડપાયા

પોરબંદર :  પોરબંદર જિલ્લામાં રૂ. ચાર લાખના દેશી-વિદેશી દારૂ સાથે ૮ શખ્સો ઝડપાયા છે. રાણાકંડોરણાના દેવુભગતના આશ્રમ પાસે સુભાષનગરના ડેલામાં વિદેશીદારૂ દેવા મેરામણ સુંડાવદરા નામના શખ્સ દ્વારા છુપાવાયો હોવાની માહિતીનખા આધારે પોલીસ દરોડો પાડતા વિદેશી દારૂ ની ૧૩ર બોટલ (કિંમત રૂ. પર,૮૦૦)નો મળી આવતા દેવાની ધરપકડ કરી હતી. આદિત્યાણાના ઉજડિયાના પટમાં રહેતા પરબત રામા દાસા નામના શખ્સને વિદેશી દારૂની ૧ બોટલ સાથે પકડી લેવાયો હતો. પોરબંદરના ઇન્દિરાનગર બાપાસિતારામવાળી ગલીમાં રહેતા નિલેશ વેજા ગોઢાણિયા નામના ટ્રક ડ્રાઇવરને કમાલબાગના બગીચા પાસે બાઇકમાં આઠ લીટર દારૂ સહિત રૂ. ૩પ,૧૬૦ના મુદમાલ સાથે પકડી લીધો હતો હતો. આદિત્યાણા હાઇસ્કુલની પાછળ બાયપાસ પાસે રહેતો ભરત નગર ઉલ્વા કારમાં દેશી દારૂના ૧૪ ખાચકા (૩પ૦ લીટર) સહિત ૧ મોબાઇલ મળી કુલ રૂ. ૩ લાખ ૮ હજારના મુદ્દામાલ સાથે નીકળ્યો ત્યારે પકડી લેવાયો હતો. નવાકુંભારવાડાના અરૂણાબેન મનહર ખામપિયાના મકાનમાંથી દારૂ મળીઅ ાવતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે કુતિયાણાના રમેશ ઉર્ફે કાવો સામત રાઠોડ, શૈલેષ લાભુ રાઠોડ અને ધ્રુવાળા ગામના નગા ભામા મોરીને પણ દારૂ સાથે પકડી લેવામાં આવ્યા છે.

(12:17 pm IST)