Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ચોટીલામાં પોલીસ મથક પાસેની બે દુકાનમાં તસ્કરો ત્રાટકયા

ચોટીલા : ચોટીલામાં પોલીસ મથકના મેદાન પાસે આવેલી બે દુકાનોમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા અને રૂ. રર હજારની મતાનો લઇ ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ હતી. જેમાં ફીરોજખાન બહાઉદ્દીનખાનની ઝમઝમ મોબાઇલ રીપેરીંગની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. અને દસ મોબાઇલ, હેન્ડસ ફ્રી પાવર બેક, ડેટા કેબલ, ચાર્જર સહિત રૂ. ૧૭ હજારની માલમતાનો હાથફેરો કરી ગયા હતા તેમજ ખનવરભાઇ હાતીમભાઇની નેશનલ ગ્લાસ ફોટો ફ્રેમની દુકાનમાંથી ૧૦૦ નંગ ફોટા ફ્રેમ અને ૧ર જેટલા પોસ્ટર મળી કુલ રૂ. પ હજારની મત્તાનો હાથફેરો કરી ગયા હતા. પોલીસે દુકાનદારની ફરીયાદ નોંધવી કાર્યવાહી હાથ ધરી છે.

(12:16 pm IST)