Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના વધુ ૧૯ કેસોમાં ૫૦ સામે કાર્યવાહી

 

મોરબી જીલ્લામાં પોલીસ ટીમો લોકડાઉન જાહેરનામાં અમલવારી માટે કાર્યરત છે અને જાહેરનામાં ભંગના વધુ ૧૯ કેસોમાં ૫૦ સામે કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસ ટીમો દ્વારા દુકાનો ખુલ્લી રાખનાર ૦૭ દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે જયારે ટોળું એકત્ર થયું હોય તેવા ૦૮ કેસો કરીને ૩૯ સામે કાર્યવાહી કરી છે બિનજરૂરી અવરજવરના ૦૪ કેસોમાં ૦૪ સામે કાર્યવાહી કરી છે લોકડાઉન દરમિયાન કુલ ૫૪ વાહનો ડીટેઈન કર્યા છે મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ ૧૯ કેસો કરીને ૫૦ સામે કાર્યવાહી કરવામાં આવી છે

(12:56 am IST)