Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

મોરબી જીલ્લાના વધુ પાંચ પાચ દર્દીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા

આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લેવાયા

 

મોરબી જીલ્લામાં રવિવારે લેવાયેલા બે સેમ્પલ ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તો વધુ પાંચ દર્દીઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લેવાયા છે

મોરબીના ધરમપુરના ૩૨ વર્ષના યુવાન અને વાંકાનેરનમાં કોઠીની 3 મહિનાની બાળકીને રાજકોટ દાખલ કરવામાં આવ્યા છે જયારે મોરબી સિવિલ હોસ્પિટલમાં મોરબીના ૫૦ વર્ષના પુરુષ અને ૩૬ વર્ષના પુરુષને તેમજ ક્રિષ્ના હોસ્પિટલમાં . વર્ષના બાળકને દાખલ કરવામાં આવ્યા છે અને પાંચ દર્દીના સેમ્પલ મોકલવામાં આવ્યા છે

જેના રીપોર્ટની તંત્ર રાહ જોઈ રહ્યું છે તે ઉપરાંત આરોગ્ય વિભાગ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કીટથી પણ સેમ્પલ લેવામાં આવતા હોય જેમાં આજે ૧૮ સેમ્પલ લેવાયા હતા જે પૈકીના ૧૬ નેગેટીવ આવ્યા છે અને બે રીઝલ્ટ ઇનવેલીડ આવ્યા હોવાની માહિતી આરોગ્ય તંત્ર પાસેથી પ્રાપ્ત થઇ છે

(12:50 am IST)