Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જામનગર જિલ્લાના જોડીયામાં તેલના ડબ્બા ચોખા અને મગના બાચકા કલેકટરના નામે ઉઘરાવીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા : પોલીસની સ્પષ્ટતા હજુ આરોપી પકડાયા નથી: આરોપીઓ પકડાઈ ગયા ની ગામમાં ભારે ચર્ચા

જોડીયા :: જામનગર જિલ્લાના જોડીયામાં તેલના ડબ્બા ચોખા અને મગના બાચકા કલેકટરના નામે ઉઘરાવીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા હોવાની ફરિયાદ થતા સનસનાટી મચી ગઇ છે.

   પ્રાપ્ત માહિતી મુજબ આજે જામનગરના જોડીયામાં રુચિત ચંદ્ર કિશોરભાઈ શિંગાળા અને વિજય હીરાલાલ રાચ ની દુકાને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને અમે જામનગર કલેકટર કચેરીમાંથી આવીએ છીએ અમોને સંસ્થા માટે કરીયાણા ની ચીજ વસ્તુઓની જરૂર છે તેમ કહીને તેલના ડબ્બા, 30 કિલો મગ, ૨૫ કિલો ચોખા પોતાના વાહનમાં લઈને નાસી છૂટયા હતા.

  ત્યારબાદ તપાસ કરતા કલેક્ટર કચેરીમાંથી આવા કોઈ વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેથી છેતરપિંડી કરીને શખ્સો નાસી છુટયો હોવાનું ખુલતાવેપારીએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અજાણ્યા શખ્સો સામે ૪૦૬, ૪૨૦,૧૧૪, કલમ મુજબ ગુનો નોંધી પી.એસ.આઇ એસ.વી. સામાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

  બનાવ અંગે પી.એસ.આઇ એસવી સામાણીએ અકિલા ને જણાવ્યું હતું કે હજુ પ્રકરણમાં આરોપીઓ પકડાયા નથી એક-બે દિવસમાં પકડાઈ જશે.

             જ્યારે ગામમાં એવી ચર્ચા થઈ રહી છે કે પ્રકરણના ચારથી પાંચ આરોપીઓ પકડાઈ ગયા છે.

(11:14 pm IST)