Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ગોંડલ સગીરાને ગોંધી રાખી ઢાગાએ શારીરિક અડપલાં કર્યા

રાશનના રૂપિયા ચૂકવી આપી તારી પુત્રી ને છોડાવી જવા ધમકી આપી હતી

ગોંડલ: ગોંડલના આશાપુરા ચોકડી પાસે રહેતી માતા વગરની શ્રમિક પરિવારની સગીરાને શખ્સે ગોંધી રાખી શારીરિક છેડછાડ કરતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવુતિ કરતા માનવ સેવા ટ્રષ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ અને તેમના પત્ની પાલિકાના સદસ્યા અનિતાબેન રાજ્યગુરુના ધ્યાને માતા વગરની સગીરા સાથે શારીરિક છેડછાડ થયું હોવાનું આવતા સગીરા પાસે પહોંચ્યા હતા અને સગીરાએ આપવીતી જણાવતા અવાચક થઈ ઉઠ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

  પોલીસ ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હતું કે તેના પિતા જામવાડી જીઆઇડીસી પાસે મજૂરી કામ કરે છે અને તેની સાથે મજૂરી કામ કરતો મુન્નો બાદશાહ નામનો શખ્સ અવારનવાર રાશન લઈ આપતો હોય જેની રકમ રૂ. 25000 થઈ ગઈ હોવાનું જણાવી રૂપિયા પરત માંગી સગીરાને ગોંધી રાખી હતી દરમ્યાન ગત રાત્રીના સગીરાની છાતી ઉપર અવારનવાર હાથ ફેરવ્યા હતા તેમજ ગુપ્તાંગે માથા ભરાવી વારંવાર છેડતી કરી હતી. ઢાગા એ હસ્તમૈથુન કરી વિકૃતતા દાખવી હોય (અહીં તે લખી શકાય તેમ નથી.) પોલીસે સગીરાની ફરિયાદ પરથી મુન્નો બાદશાહ વિરુદ્ધ પ્રોકસો, આઈપીસી 354 એ, 506 (2) મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(8:12 pm IST)