Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

મોરબી જિલ્લાને રાહત : વધુ બે દર્દીના કોરોના રીપોર્ટ નેગેટીવ

મોરબી જીલ્લાના એકમાત્ર કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રવિવારે મોડી સાંજે રજા આપી દેતા દર્દી ઘરે પહોંચ્યા હતા રવિવારે મોડી રાત્રીના બે દર્દીને દાખલ  કરવામાં આવ્યા હોય જેના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે

  મોરબી જીલ્લામાં રવિવારે મોડી રાત્રીના બે દર્દીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા મોરબીના ૩૫ વર્ષના મહિલા અને મોરબીના ૫૦ વર્ષના પુરુષને આઈસો લેશન વોર્ડમાં ખસેડી બંનેના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે બંને રીપોર્ટ આજે નેગેટીવ આવ્યા છે અને મોરબી જીલ્લો કોરોનામુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે  

(8:02 pm IST)