Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

મહિલા પોલીસ કર્મચારી અને પોલીસ જવાન રાત્રીના સમયે મંદિર પહોંચ્યાઃ વાંકાનેરની દિગ્વિજય સોસાયટીના લોકોએ પકડી પાડ્યા

મોરબી: લોકડાઉનમાં અડધી રાતે મોરબી જીલ્લામાં મહિલા પોલીસ કર્મી અને પોલીસ જવાન મંદિરે પહોંચ્યા! વાંકાનેરની દિગ્વિજય સોસાયટીના લોકોએ બન્ને પોલીસકર્મીને પક્ડ્યા હોવાની ચર્ચા થઈ છે. વાંકાનેરના પોલીસકર્મીઓનો વિવાદીત વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. હાલ કોરોનાકાળ છે અને પોલીસકર્મીઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણાતા જીવના જોખમે ફરજ નીભાવી રહ્યાં છે ત્યારે ક્યા કારણોસર મહિલા પોલીસકર્મી અને જવાન રાતના સમયે મંદિરે ગયા હતા તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

આ વીડિયો હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે આ પકડાયેલા લોકો ઘણા સમયથી આવી રીતે જતા જોવા મળ્યા છે. ગઈ કાલે રાતે જ્યારે આ યુવક અને મહિલા પોલીસકર્મી ત્યાં જોવા મળ્યા તો સ્થાનિક લોકોએ તેમને પકડ્યાં. લોકોના જણાવ્યાં મુજબ યુવક વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં નોકરી કરે છે અને યુવતી પણ પોલીસ કર્મચારી છે. હાલ લોકડાઉનનો સમય છે અને આ બંને અવાવરું જગ્યાએ શાં માટે ગયા હતાં તે મોટો સવાલ બનીને ઊભો છે.

લોકો જ્યારે યુવતીને પૂછ્યું કે રાતે 10 અગ્યાર વાગે ક્યા જાઓ છો યુવતીએ લોકોને જવાબ આપ્યો હતો કે રાતે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. ત્યારે રાતે અગ્યાર વાગે મહિલા પોલીસકર્મી અને પોલીસ જવાન કેમ મંદિરે દર્શન કરવા ગયા હતાં તે લોકો માટે નવાઈનો પ્રશ્ન બન્યો છે.

(5:12 pm IST)