Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ભિલોડાના કુડોલપાલમાં બે સગા ભાઈઓની નગ્ન કરીને ક્રૂરતાપૂર્વક હત્યાઃ કારણ અંગે તપાસ

 મોટી ઈસરોલ, તા. ૨૭ :. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુડોલપાલ ગામે બે સગા ભાઈઓની નગ્ન કરીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામા આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કુડોલપાલ ગામમાં રહેતા વિનોદ અને રાજેન્દ્ર નામના બે સગા ભાઈઓના મૃતદેહ નગ્ન હાલતમાં સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવ બાદ ભિલોડા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નગ્ન હાલતમાં યુવકોની હત્યા શા માટે કરવામાં આવી અને હત્યા કરનારા કોણ ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડેલ છે. આ બનાવથી નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે.

(4:15 pm IST)