Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

સાયલાના ધજાળાના પુંજાભાઇ કોળીનું દૂધ ભરવા જતી વખતે અકસ્માતમાં મોત

બોટાદના છૈડા ગામ પાસે મોટરસાઇકલ સ્લીપ થતાં બનાવ

રાજકોટ તા. ૨૭: સાયલાના ધજાળા ગામે રહેતાં પુંજાભાઇ સુખાભાઇ મેર (ઉ.વ.૪૫) નામના કોળી આધેડનું મોટર સાઇકલ સ્લીપ થતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

પુંજાભાઇ ૨૩મીએ સાંજે પોતાનું મોટરસાઇકલ હંકારી બોટાદના છૈડા ગામ પાસે દૂધ ભરવા જઇ રહ્યા હતાં ત્યાર ેરસ્તામાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં ભાવનગર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર પુંજાભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં નાના હતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્પ્ટિલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:15 pm IST)