Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ટંકારા તાલુકામાં પોલીસ, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળના જવાનોની PSI બગડા સાથે પ્રશંસનીય ફરજ

ટંકારા,તા.૨૭ :  હાલની કોરાનાની વૈશ્વિક મહામારી કોવિદ ૧૯ સંક્રમણને રોકવા માટે લોકડાઉન જાહેર કરાયો છે .આ લોકડાઉનના અમલ માટે તેમજ ગ્રામીણ પ્રજાને મદદરૂપ બનવા માટે મહિલા પી.એસ.આઇ એલ.બી .બગડા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો દુવારા લોકડાઉન ૧ તેમજ લોકડાઉન ૨માં પ્રસંશનીય કામગીરી બજાવવામાં આવેલ છે .

ટંકારા પોલીસ સ્ટેશનના ૪૭ પોલીસ કર્મચારીઓ , હોમગાર્ડના ૨૨ તથા ગ્રામ રક્ષક દળના ૭૦ જવાનો દ્વારા ટંકારા , ટંકારા તાલુકામાં કાબીલેદાદ કામગીરી કરાયેલ છે. ટંકારાના પી.એસ.આઈ.એલ.બી. બગડા દ્વારા જિલ્લા પોલીસ વડા ડોકટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તથા ડી.વાય.એસ.પી.શ્રી ની સુચના મુજબ ટંકારા તાલુકાના દરેક ગામના સરપંચો તથા આગેવાનો નો સાથ મેળવી તમામ ગામડાઓ લોકડાઉન કરેલછે. અને તેનો ચુસ્ત અમલ કરાવેલ છે .

સરપંચો દ્વારા સાથ સહકાર આપીને પોતાના ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ ઉપર આડશો ગોઠવી બહારના લોકોનો પ્રવેશ અટકાવેલ. તેમજ બહારથી આવનારા ઓની આરોગ્ય વિભાગને જાણ કરી ચકાસણી કરાયેલ.

ટંકારાના પી.એસ.આઈ. એલ.બી. બગડા મહિલા પી.એસ.આઇ. છે .પરંતુ પુરૂષો કરતાં સવાયા  પુરવાર થયેલ છે. પોલીસ સ્ટાફ હોમગાર્ડ કમાન્ડર અરૂણ પરમાર, જી.આર.ડી . કમાન્ડર આનંદભાઈ પોપટ સાથે મળી દરેક ગામોમાં, સરપંચોની મદદમાં હોમ ગાર્ડ તથા તથા જી.આર.ડી જવાનોને મુકેલ છે.

લોકડાઉન દરમિયાન લોકો દ્યરમાં રહે, સલામત રહે તે હેતુ માટે પી.એસ.આઈ. એલ.બી. બગડાએ ખાનગી વાહનમાં, સાદા ડ્રેસમાં , સાદા ડ્રેસમાં સાઇકલ ચલાવી પેટ્રોલિંગ કરેલ છે. લોકડાઉન માટે ડ્રોન કેમેરા નો પણ ઉપયોગ કરે છે .

બીજી તરફ કોરોનાવાયરસ ની લડતમાં દિવસ-રાત જોયા વગર લોકોની ચિંતા કરી ફરજ બજાવતા પોલીસ, હોમગાર્ડ તથા જી.આર જવાનોના આરોગ્યની પણ ચિંતા કરેલ છે, નાસ્તો, પીવાના પાણી વિગેરેની, જરૂરિયાતોની ખેવના કરી પૂરી પાડે છે. તેઓના આરોગ્યની તપાસ પણ કરાવી છે. હોમગાર્ડના ૨૨ તથા જી.આર.ડી.ના ૭૦ યુવાનો એક માસથી સતત ફરજ બજાવી રહેલ છે. આ જવાનો ખેતીકામ, વેપાર તથા કારીગરી કામ સાથે જોડાયેલા છે. પરંતુ કોરાના સામેની લડાઈમાં પોતાનું કર્તવ્ય સમજી ફરજ બજાવી રહેલ છે. હોમ ગાર્ડ તથા જી.આર.ડી.ના યુવાનો તહેવારોમાં તથા રાત્રી રોનમાં પોલીસ સાથે ખભે ખભા મિલાવીને કાર્ય કરે છે.

ટંકારા પોલીસ દ્વારા રેશનકાર્ડ ધારકોને રેશન વિતરણ કામગીરી માં કામગીરી માં તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા થતાં રેશન વિતરણ ,ભોજન વિતરણ માં સામાજિક સંગઠન તથા આગેવાનોને મદદરુપ બનેલ છે. ટંકારા પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન અટકાયત કરાયેલા વાહનોનો રૂપિયા બે લાખ, સોળ હજારનો દંડ વસુલ કરાયેલ છે. તેમજ બિનજરૂરી અવર-જવર કરતા કરતા લોકો સામે કલમ ૧૮૮ હેઠળ અટકાયત ના પગલા ભરેલ છે .

ટંકારા તાલુકા ને કોરાના વાયરસ થી મુકત રાખવા માટે પી મુકત રાખવા માટે પી .એસ.આઈ. એલ .બી. બગડા, પોલીસ સ્ટાફ હોમ ગાર્ડ તથા તથા જી.આર.ડી.ના જવાનોનો નો સિંહ ફાળો છે. તે પ્રશંસનીય છે. 

(1:13 pm IST)