Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ઘરમાં દુધ નથી રાશન નથી બકાલુ નથી છોકરાઓને મરચુ આપીને રાજી રાખીએ છીએ

થાનગઢ કોરોના પોઝેટીવ પરિવારને કોરોન્ટાઇન કર્યા પછી રામ ભરોસે છોડી દીધો વાયરલ વીડીયો કરતા તંત્ર સહાય માટે જાગ્યો

ચોટીલા-વઢવાણ,તા.૨૭ : થાનગઢનાં ટ્રક ડ્રાઈવર ધુધાભાઇ બાવળીયા ને કોરોના પોઝેટીવ આવતા તેના પુત્ર દેવજીભાઇનાં પરિવારને કોરોન્ટાઇન કરાતા કફોડી હાલતમાં મુકાઇ જતા તેઓએ વિડીયો વાયરલ કરતા સ્થાનિક તંત્ર દ્વારા આ સામાન્ય પરિવારની કોઇ દરકાર ન લેવામા આવી હોવાનું બહાર આવેલ છે અને વિડીયો બાદ તંત્રમાં દોડધામ મચેલ હતી

વાયરલ વિડીયોમાં પરિવાર ભારે હૈયે જણાવેલ કે ૨૩ તારીખે ઘુઘાભા ને દવાખાને લઇ ગયા બાદ અમોને ૧૪ દિવસ બહાર નિકળવાનીના પાડી છે અમે તે દિવસે જ અધિકારીઓને અમારી હાલત જણાવેલ કે રાશન નથી, પાંચ દિવસ થી બહાર નીકળ્યા નથી, છોકરાઓ સવારે દૂધ ચા માટે રોવે છે. પાણીના ટાકા ખાલી પડયા છે ઘરમાં પીવા વાપરવાનું પાણી નથી, એક રૂમ રસોડુ નાનકડા ફળીયાનું મકાન છે જે રૂમમાં ઘુઘાભાઇ હતા તે બંધ કરેલ છે કોઇ દવા છાટવા હજુ આવેલ નથી અમે ફળીયામાં રહીએ છીએ અમારી કોઇ સહાય કરો તો સારૂ છે.

યુવકના પત્ની આ વીડીયોમાં કરૂણતા સાથે રડતા રડતા આજીજી કરે છે કે દુધ નથી, રાશન નથી, છોકરાઓને મરચુ પકડાવી  રાજી રાખીએ છીએ. બકાલુ નથી અમારી સહાય કરો તો વધારે સારૂ

આ વિડિયો વાયરલ થતા સ્થાનિક થાનગઢ પ્રશાસને કોરોન્ટાઇન કરાયેલ આ પરિવારની કોઇ દરકાર લીધી નથી અને ૨૩ પછી રામ ભરોસે મુકી દિધા હોય તેની સાબિતી છે, મિડીયા પ્રેમી અધિકારીઓએ લાઇમ લાઇટ કરતા જીલ્લા ની વાસ્તવિકતા ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. જાણવા મલ્યા મુજબ વાયરલ વિડીયોની બુમરેણ મચતા સ્થાનિક તંત્ર હરકતમાં આવેલ છે અને આ પરિવારની જરૂરીયાત પુરી પાડવા માટે પાંચ દિવસ પછી દોડતુ થયેલ છે.

(1:12 pm IST)