Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ચોટીલા હાઇવે પરથી કસ્તુરીની આડમાં કેન્સર નોતરતા સામાનની હેરફેરનું ષડયંત્ર ઝડપાયુ

આઇસરમાં ડુંગળીના કોથળા નીચેથી પાન મસાલા, તમાકુના કાર્ટુન ઝડપાયા

ચોટીલા, તા.૨૭: પહેલા સૌરાષ્ટ્રમાં ચીજ વસ્તુઓ ની આડમાં ઇગ્લીશ દારૂ પકડાતો પરંતુ ચોટીલા હાઇવે ઉપર ડુંગળીનાં કોથળા ની આડમાં આઇસર ટ્રકમાંથી તમાકુ ગુટકાનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

લોકડાઉન અને વર્તમાન પરિસ્થિતિ ને કારણે બીડી તમાકુ ગુટકા ઉપર પ્રતિબંધ મૂકયો છે તેને કારણે વ્યસનીઓ ની હાલત કફોડી બની છે. ઠેર ઠેર કાળાબજાર થતા હોવાની બૂમરેણ મચી છે. ત્યારે આવા કપરા સમયમાં પણ ધંધાર્થીઓ લડી લતા હોવાનું ઝડપાયેલ જથ્થા ઉપરથી સાબિત થાય છે.

બાતમીના આધારે ચોટીલા હાઇવે ઉપર પીઆઇ ભાવના બેન પટેલ, પીએસઆઇ આર જે જાડેજા તથા સ્ટાફે વોચ ગોઠવી આઇસર ટ્રક નં જીજે ૨૧ વાય ૯૭૨૯ ને અટકાવી તલાશી લેતા ડુંગળીનાં કોથળા નીચે ખોખાનાં કાર્ટૂન અને કોથળાઓમાં ગુટકા તમાકુનો જથ્થો ઝડપાયો હતો.

પ્રાથમિક અંદાજ મુજબ પકડાયેલ જથ્થામાં ૭ લાખ થી વધુના માણેકચંદ પાન મસાલા અને પાંચ લાખનાં તમાકુનાં પાઉચ જે માર્ચ ૨૦૧૯નાં અને ખાવા લાયક છ માસનો વિતી ગયેલ એકસપાયર થઈ ગયેલ હોવાનો જથ્થો છે.

પોલીસે તમાકુ કુટકા મસાલા અને ટ્રક ગૂનાના કામે અંદાજે ૧૭ લાખ નો મુદ્દામાલ કબ્જે લઇ ડ્રાઈવર ની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ડ્રાઈવરની પ્રાથમિક પુછપરછમાં રાજકોટ ભરેલ હોવાનું અને સુરત જતો હોવાની હકીકકત જાણવા મળે છે. રાજકોટ થી રેકેટ ચાલતુ હોવાની આશંકા છે

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ચર્ચાનો વિષય બનેલ છે.(

(1:11 pm IST)