Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

બોટાદમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ : પિતા બાદ ૬ વર્ષના પુત્રનો રિપોર્ટ પોઝીટીવ

બોટાદ તા. ૨૭ : બોટાદ જિલ્લામાં આજે વધુ એક પોઝીટીવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદના વોર્ડ નં. ૯ના વોરાવાડ વિસ્તારમાં ૬ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

તેમના પિતાને પણ અગાઉ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં એકનું મોત થયું છે.  આ દરમિયાન એક વ્યકિત અમદાવાદ અને એક વ્યકિત ભાવનગરમાં તથા ૧૬ વ્યકિતઓ સાળંગપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

(1:08 pm IST)