Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જમ્મુમાં લોકડાઉનમાં ફસાયેલા યાત્રિકો પુનમબેન માડમના પ્રયાસોથી જામનગર પરત ફર્યા

જામનગર, તા.૨૭: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના સઘન પ્રયાસોથી કતરા(જમ્મુ)માં લોકડાઉન ના કારણે ફસાયેલા જામનગરના યાત્રીકોમાંના એક ગૃપના સભ્યો ગતઙ્ગ શનિવારે રાત્રે જામનગર પરત આવી પહોંચ્યા છે જેથી સૌ એ હાશકારો અનુભવ્યો છે. આ અંગે સાંસદશ્રી પૂનમબેન માડમ એ વિશેષ રૂપે કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો જયારે સૌ યાત્રીકોએ તેમના માટે સઘન પ્રયાસો કરી સફળ જહેમત ઉઠાવવા માટે સાંસદ શ્રી પૂનમબેન માડમ નો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો

જામનગર-રાજકોટ સહિતના શહેરોમાંથી જમ્મુ સહિતના જુદા જુદાઙ્ગ સ્થળોએ યાત્રીકો-પ્રવાસીઓ સૌઙ્ગ યાત્રા-પ્રવાસે ગયા હતા અને જમ્મુ માં લોકડાઉન ના કારણે ફસાયા હતા ત્યાંથી યાત્રીકોએ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ નો સંપર્ક કર્યો અને પરત આવવા મદદ માંગી હતી આ બાબતની ગંભીરતા લઇ સાંસદ શ્રી પૂનમબેન માડમ એ યાત્રીકોની વિગતો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી માન.શ્રી અમીતભાઇ શાહ સા. ને રજુઆત કરી તમામ યાત્રીકો જામનગર તેમના વતનઙ્ગ પરત આવી શકે તે માટે જરૂરી પરમીશન આપવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી ભાર પુર્વકની માંગણી કરી હતી જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય એ જરૂરી કાર્યવાહીઓ અને હુકમો કરતા કતરા(જમ્મુ) ના સતાવાળાઓએ જરૂરી પરમીશન ની પ્રક્રિયા કરી હતી અને જામનગર સહિતના જુદા જુદા યાત્રીકોનું આ એક ગૃપ પરત પોતાને શહેર પહોંચી શકયા છે

પરત ફરેલા જામનગરના અગીયારઙ્ગ એ યાત્રીકોઙ્ગ ના આ ગૃપના સભ્યો જેઓ કતરા(જમ્મુ)માંઙ્ગ ફસાયા હતા તેમાં પ્રવીણભાઇ આર. લાઠીયા,પ્રવીણાબેન લાઠીયા,દીલીપભાઇ ઇડરીયા,ગીતાબેન ઇડરીયા,રાજેશભાઇ નડીયાપરા,કાંતાબેન નડીયાપરા,જયેશભાઇ નડીયાપરા,પ્રફુલાબેન નડીયાપરા,ધવલભાઇ નડીયાપરા,ધરમભાઇ નડીયાપરા અને ધ્રુવભાઇ નડીયાપરા નો સમાવેશ થાય છે

આ અગીયાર એ જામનગરના યાત્રીકોનું એક ગૃપઙ્ગ હેમખેમ પરત ફરતા તેમનેઙ્ગ સૌ એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી,ગૃહમંત્રી અમીતભાઇ શાહ ,મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સંસદસભ્ય પૂનમબેન માડમનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો

શનિવારેઙ્ગ રાત્રે જામનગરના આ તમામ કતરા(જમ્મુ)માં લોકડાઉનમાં ફસાયેલા યાત્રીકોના એક ગૃપના સભ્યોઙ્ગ જામનગર પહોંચતા તેમના સૌના ઉતારા સહિતની જરૂરીઙ્ગ તેમજ બાદમાં તબીબી પરીક્ષણ અને આગળની કાર્યવાહીઓ જિલ્લા વહીવટીતંત્ર,જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ સમરસ હોસ્ટેલ -ઠેબા ચોકડી ના સ્થળે હાથ ધરી હતી તેમજ નિયમાનુસારની પ્રક્રિયા અનુસરવામાં આવી હતી.

(1:05 pm IST)