Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કલ્યાણપુરના લાંબા ગામમાં બળદ આપવા બાબતે યુવક ઉપર પાંચ શખ્સોનો હુમલો

ખંભાળીયા, તા. ર૭ :  લાંબા ગામે વાડી વિસ્તારમાં રહેતા સવદાસભાઇ જગાભાઇ વરૂ (ઉ.વ.૪ર) ના આહિર યુવાન ગઇ કાલે સાંજે પોતાની વાડીએ હતો ત્યાં બાજુમાં જ વાડી ધરાવતા શેઢા પાડોશી મેરામણ જુઠા ચાવડા, દેવાણંદ જુઠા ચાવડા, કારા જુઠા ચાવડા, ધરણાંત જુઠા ચાવડા, અશ્વિન દેવાણંદ ચાવડા બધાને સાથે મળી લોખંડના પાઇપ તેમજ કુહાડી વડે મારમારી ફેકચર જેવી ઇજાઓ કરતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બનાવ અંગે યુવાનની ફરીયાદ પરથી ઉપરોકત પાંચેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ઇજાગ્રસ્ત યુવાને ફરીયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે સાંજે પોતે પોતાની વાડીએ હતા ત્યારે મેરામણ  જુઠા ચાવડા, દેવાણંદ  જુઠા ચાવડા, કારા  જુઠા ચાવડા, ધરણાંત  જુઠા ચાવડા, અશ્વિન દેવાણંદ ચાવડા બધા મારી પાસે આવી તારા ખેતરના શેઢા પાસે બે બળદ છે એમાંથી એક બળદ આપ આથી મેં જણાવેલ કે એક નહીં બન્ને બળદ લઇ જાવ તો આથી શખ્સો ઉશ્કેરાઇ જઇ ગાળો કાઢી લોખંડના પાઇપ અને કુહાળી વડે હુમલો કર્યો હતો.

ઓખાના જુગાર  રમતા ત્રણ ઝડપાયા

ઓખા સાધુ સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં જુગાર રમતા ગની સુલેમાન સોઢા, વિશાલ રાજેશ બંદરી, ગોપાલ વાલજી ભારાણી ત્રણયને રોકડ ફંડ રૂ. ૧૭,૭૬૦ ની મતા સાથે ઝડપી લઇ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

(1:04 pm IST)