Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અને આગેવાનોએ રમઝાન માસની પાંચેપાંચ નમાઝો ઘરમાં પઢવા વિનંતી કરી

પવિત્ર રમજાન માસના તહેવારને ધ્યાનમાં રાખી પોલીસનુ રાઉન્ડ ધ પેટ્રોલિંગ

ધોરાજી ,તા.૨૭ :  ધોરાજીમાં રમજાન માસનો ચાંદ દેખાતા મુસ્લિમોમાં હરખની હેલી જોવા મળી હતી અને પવિત્ર રમજાન માસનો પ્રારંભ થયો હતો

મુસ્લિમોના પવિત્ર માસ રમઝાનનો પ્રારંભ થતા પ્રથમ તરાહવી ની નમાજ મુસ્લિમો એ ઘરમાં અદા કરી઼

ધોરાજીમાં મુસ્લિમો નું પવિત્ર માસ રમજાનની શરૂઆત થઈ ગઈ છે મુસ્લિમ લોકો એ રમજાન ના ચંદ્ર દર્શન કરી અને કોરોનાની મહા મારી દેશમાંથી દૂર થાય માટે દુઆ કરેલ હતી. પ્રથમ નમાજ એ તરાહાવી લોકો એ પોત પોતાના ઘરમાં અદા કરેલ હતી.

ઉલેખનીય છે કે હાલ કોરોના ના કારણે લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે ધોરાજી મુસ્લિમ સમાજએ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલ મુસ્લિમ સમાજ ના ધર્મ ગુરૂ અને મુસ્લિમ આગેવાનો ની બેઠકમાં મુફતી ગુલામગોસ અલ્વી સાહેબ એ પાચ ટાઈમ નમાજ ઘરમાં અદા કરવા માટે ધોરાજી અને સૌરાષ્ટ્ર ના મુસ્લિમ સમાજના લોકો ને અપીલ કરી હતી.

જે અપીલનું મુસ્લિમો એ પાલન કરી અને ઘરમાં પ્રથમ નમાજ એ તરહવી અદા કરેલ હતી.

રમજાન માસની ઉજવણી માટે મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ઘરમાં રહી ને પણ અલ્લાહની બંદગી કરવામાં લીન બન્યા છે ત્યારે ધોરાજીમાં મુસ્લિમો એ સોશ્યલ મીડિયા ના માધ્યમથી લોકોને રમજાનની મુબારક બાદ પાઠવી હતી.

આ પવિત્ર માસની મુબારક બાદ મુસ્લિમ ધર્મ ગુરૂ ઼મુફતી ગુલામ ગોસ અલ્વી  સાહેબ સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી સૈયદ હાજી કયુમ બાવા વિગેરે ધર્મગુરૂઓએ પવિત્ર રમઝાન માસ દરમિયાન લોકો ઘરની બહાર નીકળે અને દિવસ દરમિયાન પાંચ પાંચ નમાજ પોતાના ઘરમાં જ પઢે તે બાબતે સૌરાષ્ટ્રના તમામ મુસ્લિમ બિરાદરોને વિનંતી કરી હતી.

ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોઝ લકકડકુંટા પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અગ્રણી  હમિદભાઈ ગોડીલ ધોરાજી નગરપાલિકા ના ઉપાધ્યક્ષ મકબુલ ભાઈ ગરાણા, મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી, અનનુબાપુ રફાઈ જબ્બાર નાલબંધ, રિયાઝભાઈ દાદાણી (અમદાવાદ મેમણ સમાજ અગ્રણી) કાસિમભાઈ ગરાણા સેવાભાવી યુવાન અનવર ભાઈ ઇંગારિયા, શરીફ લુલાનીયા (કિંગ), બોદુંભાઈ ચોહાણ, શાહનવાઝ ભાઈ પોઠિયા વાળા, યાસીન કુરેશી, સલીમભાઈ શેખ વગેરે એ લોકો ને રમજાન ની મુબારક બાદ પાઠવી છે.

(12:11 pm IST)