Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉન ભંગમાં ૧૩૨ની ધરપકડઃ ૨૧૪ વાહનો ડિટેઇન કરાયા

રાજકોટ તા.૨૭: જીલ્લામાં અલગ અલગ સ્થળે  કોરોના વાયરસ સંદર્ભે જાહેર કરાયેલ લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા  ૧૩૨ શખ્સોની ધરપકડ કરાઇ હતી. અને ૨૧૪ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

 

રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવ્યુ હતુ કે. કોરોના વાયરસ સંદર્ભે જીલ્લામાં લોકડાઉનનું જાહેરનામુ અમલમાં હોવા છતાં જીલ્લા વિસ્તારમાં બિન ઉપયોગી  જીવન જરૂરીયાતની  ચીઝ વસ્તુ સીવાયની દુકાનો, તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી, કોઇપણ  પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા  તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખાના , ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ  વિગેરેમાં  મંજુર અર્થે રાખી હાલના સમયે  નિરાધાર  ગણી મજુરોને  પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા હોઇ કાળજી નહિ  લેતા  મલિકો વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ છે. ગઇકાલે  જીલ્લામાં અલગ અલગ મથકોમાં લોકડાઉન ભંગના ૯૮ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને  ૧૩૨ શખ્સોની ધરપકડ કરાઇ હતી. તેમજ એમ.વી.એકટ  ૨૦૭ હેઠળ ૨૧૪ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

(12:05 pm IST)