Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

પોઝીટીવ કેસવાળા દર્દીઓ સાજા થઇ જતા રજા અપાતા મોરબી જિલ્લો કોરોના મુકત

મોરબી તા. ૨૭ : મોરબીમાં કોરોનાનો એક માત્ર પોઝીટીવ કેસ નોંધાયો હોય જે દર્દીની રાજકોટ હોસ્પીટલમાં સારવાર ચાલી રહી હતી જેનો રીપોર્ટ ઙ્ગનેગેટીવ આવતા તને આજે રજા આપી દેવામાં આવી છે અને આ દર્દી હવેઙ્ગઙ્ગ૧૪ દિવસ ઘરે રેહશે હોમ કોરોનટાઈન જેથી મોરબી જિલ્લાએ તંત્રે રાહતનો દમ લીધો છે.

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા આધેડ અશોકભાઈ સિદ્ઘપરા વિવિધ રાજયોમાં ફરીને આવ્યા હોય બાદમાં તેની તબિયત બગડતા રાજકોટ સારવાર ચાલતી હોય અને તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેના પગલે તંત્રએ ઉમા ટાઉનશીપના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા અને પોઝીટીવ આવેલા દર્દીની સારવાર લગભગ ૨૦ દિવસ ચાલી હતી ચાલી રહી હતી જેના રીપોટ નેગટીવ અઆવ્યા બાદ તને આજે રાજકોટ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તે પોતના ઘરે પણ પોહચી ગયો છે જેને આરોગ્ય વિભાએ ૧૪ દિવસ સુધી હોમ કોરોનટાઈન ઙ્ગકર્યો હોવાથી હાલ મોરબી તમામ વિભાગોએ રાહતનો શ્વાસ લીધો છે અને મોરબી જીલ્લો હાલ કોરના મુકત થયો છે.

મોરબી જીલ્લામાં ગઈકાલે બે દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હોય જે બંને રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત મળી છે.

મોરબીના ત્રાજપર વિસ્તારના ૭ મહિનાના બાળકને રાજકોટ સિવિલ તેમજ ત્રાજપરના એક વર્ષના બાળકને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરીને બંનેના સેમ્પલ મોકલાયા હતા જે બંને રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જેથી તંત્રને રાહત મળી છે.

(12:03 pm IST)