Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

સુત્રાપાડા તાલુકાના વાવડી, ઉંબરીમાં કિટ વિતરણ

પ્રભાસ પાટણઃ ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના આદેશ હેઠળ સુત્રાપાડા તાલુકાના કોરોનાગ્રસ્ત વાવડી અને ઉંબરી ગામને પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જી.એચ.સી.એલ.ફાઉન્ડેશન અને સામાજીક સંસ્થાઓ દ્રારા ૨૦૦૦ કીટવાવડી અને ઉંબરી ગામમાં રહેતા પરપ્રાંતિય મજુરો અને તાલુકાના જરૂરીયાતમંદ લોકોને ૧૫ દિવસનું રાશન-કરીયાણાની કીટનું પ્રાંત અધિકારીશ્રી કુકડીયા, મામલતદારશ્રી અજય ઝાપડા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.વી.ઓડેદરા મારફતે વિતરણ કરવામાં આવ્યું હતું.(તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ. પ્રભાસ પાટણ)

(12:01 pm IST)