Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જસદણમાં તમાકુના જથ્થા સાથે નીકળેલ નરેશ સોજીત્રા અને રામજી ખંધેડીયા પકડાયા

જસદણ, તા. ર૭: જસદણમાં ગત સાંજે બે ઇસમોને તમાકુના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અમિતભાઇ સિદ્ધપરા લોકડાઉન સંદર્ભે શહેરના ચિતલીયા કુવા રોડ પાટીદાર શેરી પાસે પેટ્રોલીંગમાં હોય ત્યારે નરેશ સવજીભાઇ સોજીત્રા (ઉ.વ.૪ર) રહે. તરગાળા શેરી જસદણ તથા રામજી રામજી જમનાદાસ ખંધડીયા ઉ.વ.૩પ રહે. ગંગા ભુવન જસદણ. થેલા લઇ ચાલી જતાં હોય તેને પોલીસે અટકાવતા થેલામાંથી ૪પ પાઉચ બાગબાન તમાકુ અને દેશી તમાકુ કુલ રપ૩૩૦ રૂપિયાનો મુદામાલ નીકળતા પોલીસે જાહેરનામાના ભંગ કર્યા બદલ ૧૮૮ અને ર૬૯ મુજબ ધરપકડ કરી જામીન પર મુકત કર્યા હતાં.

લોકડાઉનમાં પકડાયેલ આ તમાકુનો જથ્થો પાશેરામાં પહેલી પૂણી સમાન હોવાની લોક ચર્ચા છે.

(12:00 pm IST)