Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

પડધરીના ન્યારા ગામે જગદીશ મકવાણા ઉપર ભાઇનો છરીથી હુમલો

કામ બાબતે ઝઘડો થતા રમેશ મકવાણા તુટી પડયો

રાજકોટ તા. ર૭ :.. પડધરીના ન્યારા ગામે નજીવી બાબતે યુવાન ઉપર ભાઇએ છરીથી હૂમલો થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ન્યારા ગામે રહેતા જગદીશ દેવજીભાઇ મકવાણા ઉપર તેના ભાઇ રમેશ દેવજીભાઇ મકવાણાએ છરીથી હુમલો કરી ઇજા કરી હતી. કામ કરવા બાબતે બન્ને ભાઇઓ વચ્ચે ઝઘડો થતા રમેશે ઉશ્કેરાઇ જઇ ભાઇ જગદીશના ખભા પર છરી ઝીંકી દિધી હતી. આ અંગે ઇજાગ્રસ્ત જગદીશની ફરીયાદ પરથી પડધરી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)