Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

અલંગ જહાજપર ચઢી ગયેલ દીપડો પકડવો મુશ્કેલ

મારણ સાથે ક્રેઇનથી પાંજરૂ જહાજ પર ચઢાવવામાં આવ્યુ : પકડવા માટે વનકર્મીઓને પણ જીવનું જોખમ

ભાવનગર તા.૨૭ ભાવનગર નજીક ના અલંગ સોસિયા શિપ યાર્ડના પ્લોટ ૧૫૩ મા ભંગાયેલ જહાજ પર દીપડો ચઢી ગયો છે. આ દીપડા ને પકડવામ માટે ગઈકાલ મોડી રાત થી ફોરેસ્ટ વિભાગ ધંધે લાગ્યૂ છે. શીપ ઉપર ચઢી ટ્રેનકયુ લાઈઝ કરી શકાય તેમ નહોય આખરે રાત્રીના સમયે ક્રેઇન ની મદદ થી મારણ સાથે પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે.

આશ્ચર્ય પમાડે તેવી ઘટના સોસિયા શિપ યાર્ડના પ્લોટ ૧૫૩માં ભંગાતા કટિંગ થયેલા શિપ પર દીપડો ચઢી જતા બની છે. ગઈકાલ રાત થી દીપડા ને સહી સલામત રીતે શિપ ઉપરથી નીચર લાવી જંગલમાં છોડવા માટે તળાજા વન વિભાગે કવાયત હાથધરી છે. ચોવીસ કલાક થવા છતાંય દીપડો જહાજ ના એક ગાળામાંથી બીજા ગાળા મા જતા પકડવો વધુ મુશ્કેલ બન્યો છે.

ઇન્ચાર્જ આર.એફ.ઓ બારૈયા ના જણાવ્યા પ્રમાણે ઓઇલનું જહાજ હોય અને જવાનો એક માત્ર રસ્તો હોય વનકર્મીઓ ના જીવનું પણ જોખમ છે. તેમ છતાંય આ જોખમ ખેડી દીપડા ને પાંજરે પુરવા માટે ગત રાત્રે ક્રેઇન ની મદદ થી મારણ સાથે પાંજરૂ શિપ ઉપર ચઢવવામાં આવ્યું છે.

દીપડાને ટ્રેનકયુ લાઈઝ પણ કરી શકાય નહીં તેવી સ્થિતિ છે. તેમ છતાંય ટ્રેકર થી લઈ ઉચ્ચ અધિકારીઓ મળો પચીસ જેટલો સ્ટાફ ચોવીસ કલાક થી દીપડા મેં પકડવા મહેનત કરી રહ્યો છે.

(11:59 am IST)