Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

સુરેન્દ્રનગરના રતનપર પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા મેંદરડાના યુવાનનું મોત

અલીએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ડ્રાઇવર ભીખાભા સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: સુરેન્દ્રનગરના રતનપર પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં મેંદરડાના ટ્રક ચાલક અને કલીનરને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં કલીનર મુસ્લિમ યુવાનનું મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મેંદરડા રહેતાં ભીખાભાઇ રાજાભાઇ ઘાવડ (ઉ.૪૩) અને મેંદરડાના અલીભાઇ રજબભાઇ મજબુલ (ઉ.વ.૩૫) ટ્રકમાં બેસી આવી રહ્યા હતાં ત્યારે સુરેન્દ્રનગરથી આગળ રતનપર પાસે મેકસન સર્કલથી આગળ બીજા ટ્રક પાછળ ભટકાતાં બંનેને ઇજા થતાં સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાંથી રાજકોટ ખસેડાયા હતાં. જેમાં કલીનર અલીભાઇનું મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજનભાઇ નાટડા અને રામજીભાઇએ જોરાવરનગર પોલીસને જાણ કરી હતી.

(11:58 am IST)