Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કચ્છનો કોરોના કેસ કોયડા રૂપ : રાજ્યના તજજ્ઞોની લેવાઇ સલાહ

લખપતના પોઝિટિવ મહિલા દર્દીનો કેસ બન્યો કોયડારૂપ રહિમાબેન જતનો કોરોના રિપોર્ટમાં પોઝિટિવ અને નેગેટિવનું અપડાઉન, એક શંકાસ્પદ મહિલા દર્દી દાખલ, આજે ૧૬ સેમ્પલ મોકલાયા, ગઈકાલે તમામ ૧૯ નેગેટિવ

તા.૨૭ :  ભુજ હાલના તબક્કે તો કચ્છમાં કોરોના અંતર્ગત રાહતના સમાચાર છે. ગઈકાલે તમામ ૧૯ દર્દીઓના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જયારે મુન્દ્રાના બારોઇ ગામના એક મહિલા દર્દીને શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમને ભુજ હોસ્પિટલમાં દાખલ કરીને તેમના સહિત અન્ય ૧૫ મળી કુલ ૧૬ સેમ્પલ આજે રાજકોટ લેબ ખાતે મોકલાયા છે. જોકે, કચ્છનું આરોગ્યતંત્ર રહિમાબેન જતના કેસમાં ભારે અટવાયું છે. કચ્છના આ પ્રથમ કોરોનાગ્રસ્ત મહિલા દર્દી એક મહિનાથી સારવાર હેઠળ છે, પણ તેમનો રિપોર્ટ કયારેક નેગેટિવ તો ફરી કયારેક પોઝિટિવ આવ્યા કરે છે. સામાન્ય સ્વસ્થ જણાતાં આ મહિલા કોરોના મુકત ન થતાં અંતે કચ્છની કોવીડ ૧૯ હોસ્પિટલની તબીબી ટીમે સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ સાથે મળીને રાજયના તજજ્ઞો સાથે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન માંગ્યું હતું. જેમાં આ મહિલા દર્દીની રોગ પ્રતિકારક શકિત વધારવા મગ, મગનું પાણી અન્ય કઠોળ સહિતનો પ્રોટીનયુકત આહાર આપવા અને માનસિક કાઉન્સેલિંગ કરવાની તજજ્ઞોની ટીમે ભુજની તબીબી ટીમને સલાહ આપી છે.

(11:57 am IST)