Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ભુજમાં સરકારી કીટ વિતરણ દરમ્યાન સરકારી કર્મચારી પર કુહાડી વડે હુમલો

લોકોની મદદ કરનાર સરકારી ટીમ ઉપર હુમલો થતાં અન્ય કર્મચારીમાં ભય અને ચિંતા

ભુજ,તા.૨૭: ભુજના પ્રમુખસ્વામીનગર પાછળ આવેલ મહાદેવનગર વિસ્તારમાં કલેકટર કચેરી દ્વારા ફાળવાયેલ રાશનકીટનું વિતરણ મામલતદાર કચેરી અંતર્ગત કરવા ગયેલા ભીરંડિયારા હાઈસ્કૂલના શિક્ષક અશોક પરમાર ઉપર અપશબ્દો બોલી કુહાડી વડે હુમલો કરાતાં ચકચાર મચી ગઇ છે.

ગઈકાલે રવિવારે અન્ય સરકારી કર્મીઓ સાથે રાશનકીટનું વિતરણ કરતી વેળાએ આ વિસ્તારમાં રાશનકીટનું વિતરણ કરી તમે ઠીક નથી કરતા એવું કહીને મૌલિક ગોર નામના દુકાનદાર દ્વારા કુહાડી વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં  શિક્ષક અશોક પરમારને અન્ય સાથેના કર્મચારીઓએ બચાવ્યા હતા. અપશબ્દો સાથે આ વિસ્તારમાં ફરી નહીં આવવાની ધમકી સાથે મારવાની ચીમકી અપાતાં તરત જ આ સરકારી કર્મીઓએ આ અંગે ભુજ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.

તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. દરમ્યાન ભુજ એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર વ્યકિત મૌલિક ગોર, માતુકૃપા પ્રોવિઝન સ્ટોર વાળા સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. લોકોની મદદ કરનાર સરકારી કર્મીઓ ઉપરના હુમલાના બનાવે અન્ય કર્મચારીઓમાં ચિંતા અને ભયનો માહોલ સજર્યો છે.

(11:57 am IST)