Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ઉનામાં દુકાનો ખોલવા અંગે સરકારની ગાઇડ લાઇન અંગે અસંમજસની સ્થિતિઃ ર૦ વેપારીઓની અટકાયત

ઉના તા. ર૭ :.. દુકાનો ખોલવા  સરકારની જાહેરાત બાદ વેપારીઓએ દુકાનો ખોલતા પોલીસે ર૦ વેપારીઓની અટકાયત કરી  હતી. દુકાનો ખોલવા બાબતે સરકારની જાહેરાત બાદ વેપારીઓમાં અસંમજસની સ્થિતિ ઉભી થઇ છે.

ગુજરાત સરકાર ના મહદ અંશે દુકાનો ખોલવાના નિર્ણય બાદ ઉનામાં ખુલ્લી દુકાનો ખોલવામાં આવી હતી પરંતુ વેપારીઓ દુકાનોને ખોલતા પોલીસે ર૦ લોકો વેપારીની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા.

 સરકારએ ન્યુઝચેનલ અને ન્યુઝ પેપરોમાં વેપારીઓને દુકાનો ખોલવાની પરવાનગી ખોલવાની પરવાનગી આપ્યા ની જાહેરાત પ્રમાણે  દુકાનો ખુલતા પોલીસ આવી ચડતાં વેપારીઓ ઝપટે ચડી ગયા હતા.

પોલીસ અને વેપારી વચ્ચે અંધાધુંધીનો માહોલ સર્જાયો હતો. જેથી સરકારની ગાઇડલાઇનની ચોખવટ ન થતા પોલીસ અને વેપારી વચ્ચે રકઝકનો માહોલ થયો હતો ઉનામાં વેપારીઓએ દુકાનો ખોલવી કે બંધ રાખીને લોકડાઉનનું પાલન કરવું ? વેપારીઓને અસંમજસ હોવાથી પોલીસે વેપારીઓને સહકાર આપી લોકોને સહકાર આપવો વેપારી માગણી કરીરહ્યા છે.

(11:56 am IST)