Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કોરોના વાઇરસની મહામારી અને લોકડાઉન વચ્ચે

ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર ખડેપગે રહી જનતાની સેવા તથા બંદોબસ્તના દૃશ્યો સાથેની શોર્ટ ફિલ્મ પ્રદર્શીત કરાઇ

પ્રભાસ પાટણ તા.ર૭: (મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ભરડામાં સપડાયું છે ત્યારે ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના મહામારી ન પ્રવેશે તે માટે પોલિસ તંત્ર તેમના પરિવાર અને બાળકોની કાળજી છોડી જનતા જર્નાદનની સેવામાં રાત-દિવસ જુસ્સા સાથે પ્રજાને કોરોનાથી બચાવવા કેવી કામગીરી કરી રહેલ છે તેની એક શોર્ટ ફીલ્મ બનાવવામાં અને પ્રર્દશિત કરવામાં આવી છે.

સોમનાથ મંદિરના નાઇટ એરીયલ ડ્રોન વ્યુ - પોલિસ તંત્રના કતારબંધ વાહનો, ચેક પોસ્ટો, હાઇવે, પોલિસ પરિવારના સભ્યોની મુલાકાત અને જુસ્સાદાર ગીત, સુંદર ફોટોગ્રાફી અને જીલ્લા પોલિસ વડાનો પ્રજાને સંદેશો આપતી આ ફિલ્મ ગુજરાત પોલિસની ગૌરવપ્રદ પ્રજાભિમુખ સેવા અને રાષ્ટ્રીય આપત્તિ કોરોના સામે કટીબધ્ધ પોલિસ જવાનોનું સુંદર દૃશ્યાંકન કરાયું છે.

રેંન્જ આઇ.જી. મનીન્દરસિંહ પવાર, જીલ્લા પોલિસ વડા રાહુલ ત્રિપાઠી, એ.એસ.પી. અમિત વસાવા, જીલ્લા ક્રાઇમ બ્રાંન્ચ અધિકારી કે. જે. ચૌહાણ, એચ.સી. અજીતસિંહ પરમાર, નરેન્દ્ર પટાટ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ શોર્ટ ફિલ્મ બનાવવા અને તેનો સંદેશો જનતા સુધી પહોંચે તે માટે સુંદર કામગીરી બજાવી.

(11:55 am IST)