Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કેશોદના સોંદરડા ગામમાં પરપ્રાંતીય મહિલાએ ગળેફાંસો ખાધો

કેશોદ તા. ૨૭ : સોંદરડા ગામ પાસે આવેલ ગોચર ની જમીન પર બાવળના ઝાડ પર એક મહિલાનો મૃતદેહ લટકતો હોવાની જાણ ખેડૂતે સરપંચ સૂરજ ભાઇ ચાવડા ને કરતા તેમણે પોલીસને જાણ કરી હતી અને સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે સિવિલ હોસ્પીટલે લઇ જવાયો હતો પોલીસ તપાસમાં આ મહિલા લીલાબેન અંતરા ભાઇ ડુંડવાં (ઉં.૨૪, રે. મધ્ય પ્રદેશ, અલીરાજપુર)ના હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા પરિવાર સાથે અહીં મજૂરી અર્થે આવ્યો હતો. જો કે પરપ્રાંતીય શ્રમિક મહિલાએ કયા કારણોસર આપધાત કાર્યો તેમને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે અને પીએમ રિપોર્ટ બાદ હકીકત જાણી શકાશે.

(11:51 am IST)