Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

સિહોરમાં કોરોના મહામારી અંતર્ગત આંગણવાડી બહેનો દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી

ભાવનગર તા.૨૭ : સરકારની વિવિધ મહિલા તેમજ બાળ કલ્યાણની કામગીરીમાં આંગણવાડી વિભાગની હંમેશા સક્રિય ભૂમિકા રહેલી છે, ત્યારે આ બહેનો હાલ કોરોના મહામારી વખતે પણ સિહોરમાં વિશેષ કામગીરી સંભાળી રહેલ છે.સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી શ્રી જાગૃતિબેન જોશીના માર્ગદર્શન સાથે કર્મચારીઓના સંકલનથી સિહોર નગરમાં આંગણવાડી કેન્દ્ર સંચાલક અને સહાયક બહેનો દ્વારા દ્યરે દ્યરે જઈને કોરોના સંબંધી તેમજ અન્ય બિમારી બાબત વિગતો મેળવાઇ રહેલ છે.

સિહોરમાં ગયા પખવાડિયાથી કોરોના બિમારી સંદર્ભે આરોગ્ય તંત્ર સાથે આ વિભાગ દ્વારા અહીંના જલુના ચોક સહિત કેટલાક વિસ્તારોમાં તકેદારીના ભાગ રૂપે સક્રિય કામગીરી થઈ રહી છે. આંગણવાડી વિભાગની આ કર્મચારી બહેનો ગરમીના દિવસો છતાં દ્યરે દ્યરે આરોગ્ય, સ્વચ્છતા અંગે અને સામાજિક અંતર જાળવવા તથા સામાન્ય બિમારી અસરમાં તરત જ દવાખાને તબિયત બતાવવા માટે અનુરોધ કરી રહેલ છે.

(11:49 am IST)