Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જૂનાગઢમાં ૧૮૧ ઉપર હુમલો કરનાર સચીન ઝાલાની ધરપકડની તજવીજ

હુમલાખોર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

જુનાગઢ તા. ૨૭: જુનાગઢમાં ૧૮૧ ઉપર હુમલો કરનાર સચીન ઝાલાની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

જુનાગઢની કામદાર સોસાયટીમાં રહેતો સચીન સવજીભાઇ ઝાલા  નામનો શખ્સ તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. આથી સચીનના સાળાએ જાણ કરતા ગઇકાલે સાંજે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો કાફલો સહિતના ઘરે દોડી ગયા હતા.

૧૮૧ની ટીમ સચીનની પત્ની સાથે વાત કરતી હતી ત્યારે આ શખ્સ ઘર બહાર દોડી જોઇને ગાળાગાળી કરી હતી. બાદમાં ઉશ્કેરાઇને  જઇને ૧૮૧ની જીપ અને પાયલટ રાજેશભાઇ ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો.

જેમાં રાજેશભાઇને ઈજા થઇ હતી અને જીપના કાચને નુકશાન થયુ હતું.

હુમલાખોર  સચીને પોતાની જાતે પથ્થર પોતાના માથા પર મારી ઈજા પહોંચાડી હતી.  આથી પાયલોટ તેમજ સચીનને સારવાર ખાતે  સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

આ અંગે એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

હુમલાખોર સચીન ઝાલા  હાલ સારવારમાં હોવાથી તેને ડિસ્ચાર્જ કર્યેથી તેની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી કરશે. વિશેષ તપાસ પી.એસ.આઇ વી.કે.ઉજીયા ચલાવી રહ્યા છે.

(11:49 am IST)