Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

મોરબી પંથકમાં લોકડાઉન વચ્ચે જુગારની મૌસમ ખીલીઃ ૩ દરોડામાં ૧૭ પતાપ્રેમી પકડાયા

જેતપરમાં ૬, ટીંબડી પાટીદાર ટાઉનશીપમાં ૫ અને બોજા પાર્કમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

મોરબી,તા.૨૭: મોરબી પંથકમાં લોકડાઉન વચ્ચે જુગારની મૌસમ ખીલી હોય તેમ અલગ -અલગ ત્રણ દરોડામાં ૧૭ પત્તાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન જેતપર ગામે જુના જીનની સામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા જગદીશ માવજીભાઈ કોળી, રસિક ધરમશીભાઈ કોળી, સુનીલ ઉકાભાઈ કોળી, હર્ષદ જયંતીભાઈ દેવીપુજક, સાગર અમરશીભાઈ દેવીપુજક અને લાલજી ધનજીભાઈ કોળી એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૧૬૦ જપ્ત કરી છે.

બીજા દરોડામાં મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલી પાટીદાર ટાઉનશીપના રહેવાસી ધર્મેશ ભીમજીભાઈ વાછાણીના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ધર્મેશ ભીમજીભાઈ વાછાણી, વિનોદ રમણીકભાઈ કુણપરા, જયેશ મનસુખભાઈ શેખલિયા, અલ્પેશ મનસુખભાઈ ઘેટિયા અને ચેતન મહાદેવભાઈ ચડાસણીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૬,૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં મોરબી એ ડીવીઝન ટીમને બાતમી મળી હતી કે રવાપર રોડ બોની પાર્ક મારૂતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમાતો હોય જેથી ટીમે દરોડો કરી જુગાર રમતા હસમુખભાઈ નરભેરામભાઈ પટેલ, કેવલભાઈ ધનજીભાઈ મોરડિયા, યસભાઈ દિનેશભાઈ કાલરીયા, યોગેશભાઈ થોભણભાઈ ઠોરીયા, ભાવેશભાઈ નરશીભાઈ શેરશીયા અને હિરેનભાઈ જયસુખભાઈ બોપલીયા રહે બધા મોરબીવાળાને ઝડપી લઈને રોકડ રામ રૂ ૨૪,૮૦૦ જપ્ત કરી છે.

(11:48 am IST)