Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જસદણ યાર્ડમાં કપાસ માટે સીસીઆઇનું રજીસ્ટ્રેશન શરૂ

જસદણ તા. ૨૭ઙ્ગ : જસદણ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા, જીરૂ, ધાણા બાદ સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થયું છે.જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અરવિંદભાઈ ધનજીભાઈ તાગડીયાના જણાવ્યા મુજબ જસદણ માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી શરૂ કરેલ છે. કપાસ માટે ખેડૂતોએ મોબાઇલ નંબર ૯૪૦૮૮૯૩૧૭૨ અથવા મો. ૭૮૭૪૭૮૬૧૫૧ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ઘઉં, ચણા અને ધાણા વગેરે જણસીઓ નું રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોની જણસીનું તેમના વારા પ્રમાણે વેચાણ શરૂ કરવામાં આવેલ છે. જીરૃંનું રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને ઊંઝા યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતોએ જસદણ યાર્ડ દ્વારા ફોનથી જાણ કરવામાં આવશે.ઙ્ગ

ઘઉં, ચણાઙ્ગ અને ધાણા અને જીરું માટે ખેડૂતોએ ફોન નંબર ૦૨૮૨૧૨૨૧૧૬૮ ઉપર તેમજ મગફળી માટે ખેડૂતોએ મોબાઈલ નંબર ૯૬૦૧૨૬૭૩૫૫ ઉપર નોંધણી કરાવવાની રહેશે. દરેક ખેડૂતોને રજીસ્ટ્રેશન બાદ જસદણ યાર્ડ દ્વારા જાણ કર્યા બાદ જ પોતાનો માલ માર્કેટિંગ યાર્ડ ખાતે લઈને આવવાનું રહેશે. લોક ડાઉન નિયમોનું ચુસ્ત પાલન કરવાની સાથે જ સરકાર ની ગાઈડલાઈન મુજબ જસદણ યાર્ડમાં કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.

(11:46 am IST)