Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

દેલવાડાના સેહત ટ્રસ્ટ દ્વારા કોરાના વોરીયર્સને માસ્ક તથા સેનેટરાઇઝ કીટ વિતરણ

ઉના : સેહત ટ્રસ્ટ દેલવાડા દ્વારા કોરોના સામે લડતા કોરોના વોરીયર્સ અધિકારીઓ, પોલીસ-આરોગ્ય વિભાગનો સ્ટાફ તથા સફાઇ કર્મીઓને હેન્ડ ગ્લોજ, માસ્ક, સેનેટેઇઝરની કીટ ન વિતરણ કરેલ.  સેહત ટ્રસ્ટ દ્વારા પોતાની નૈતીક ફરજના ભાગરૂપે આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, ઉના મામલતદાર તથા પ્રાંત અધિકારીની કચેરી સ્ટાફ, દેલવાડા ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા સફાઇ કર્મીઓ તથા દેલવાડા ગામમાં જરૂરી વસ્તુઓની સેવા આપતા લોકોને મોટા પ્રમાણમાં ટ્રીપલ લેયર માસ્ક, સેનેટાઇઝર, તથા હાથના મોજા આપીને પોતાનો સામાજીક કર્તવ્ય નીભાવ્યુ હતો. તથા હાજર સ્ટાફને ડોકટર મીત્રો, દ્વારા પોતાની કાળજી કેમ રાખવી. તથા માસ્કનો ઉપયોગ કેમ કરવો ? તેઅંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યમાં સેહત ટ્રસ્ટના પ્રમુખ ડો. એચ. એસ. શીરાજી, ઉપપ્રમુખ હાજી જાવેદભાઇ, ડો. સદામ હુસૈન, અબ્દુરેહમાનભાઇ, સરફરાજભાઇ, સહિતના લોકોએ ઉના પીઆઇ શ્રી ચૌધરી  મામલતદારશ્રી નીનામા પ્રાંત અધિકારીશ્રી  પ્રજાપતી તથા દેલવાડા ગ્રામ પંચાયત મંત્રીશ્રી ડોડીયાને માસ્ક, સેનેટાઇઝર અને હેન્ડ ગ્લોઝ અર્પણ કરેલ, કોરાના વોરીયર્સને માસ્ક હેન્ડ ગ્લોઝ સેનેટરાઇઝ કીટ વિતરણ કરવામાં આવી તે તસ્વીરો.

(11:44 am IST)