Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ઉનાના દેલવાડામાં પ્રેમ સંબંધનું નાટક કરી બાળા ઉપર દુષ્કર્મ ગુજાર્યુ

 ઉના, તા. ૨૭ :. તાલુકાના દેલવાડામાં કોળીવાડમાં રહેતા કિશન ઉર્ફે મુન્નો ભગવાનભાઈએ સગીર વયની બાળા સાથે પ્રેમ સંબંધનું નાટક કરીને દુષ્કર્મ ગુજારીને કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

સગીર વયની બાળાને કિશન ઉર્ફે મુન્નો પ્રેમ કરવાનું કહીને એક કવાટર્સમાં લઈ ગયેલ અને દુષ્કર્મ ગુજારી કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી તથા ગમે ત્યારે બોલાવુ ત્યારે આવવા ધમકી આપી હતી. પોલીસે યુવાન સામે જાતીય ગુન્હાનો ગુન્હો દાખલ કરેલ છે. પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી, પીએસઆઈ આર.એન. રાજ્યગુરૂએ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)