Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જુનાગઢઃ વિસાવાડા નજીક જુગારરમતા ચાર શખ્સો ઝડપાયા

જુનાગઢ તા. ર૭: જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ રેન્જ સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના એ.એસ.આઇ. ડી. એ. ઓડેદરા, પો. કોન્સ. મસરીભાઇ કાનાભાઇ ભુતિયા તથા પો. કોન્સ. કુનાલ અરજણભાઇ મોઢવાડીયાએ રીતેનો સ્ટાફ પોરબંદર જીલ્લામાં કોરોના વાયરસ લોકડાઉન સબબ પેટ્રોલીંગમાં હતા.

પો. કોન્સ. કુનાલભાઇ અરજણભાઇ મોઢવાડીયા રેન્જ સાયબર ક્રાઇમ પો. સ્ટે. વાળાને ખાનગી રાહે હકીકત મળેલ કે પોરબંદર જીલ્લાના વિસાવાડા ગામ આવડા માતાના મંદિર પાસે કેનાલ કાંઠે અમુક માણસો ગંજી પતાના પાના વડે રોનપોલીસનો હાર-જીતનો જુગાર રમે છે.

બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) નાથા રાજશી કેશવાલાવાલા રહે. વિસાવાડા, પોરબંદર (ર) કરશન દેવાભાઇ ઓડેદરા રહે. ભાવપરા, પોરબંદર (૩) કેશવાલાવાલા રહે. વિસાવાડા, પોરબંદર (ર) કરશન દેવાભાઇ ઓડેદરા રહે. ભાવપરા, પોરબંદર (૩) જીવા મેણંદભાઇ ગોઢાણિયા રહે. ભાવપરા, પોરબંદર (૪) રોહીત રાજશીભાઇ ઓડેદરા રહે. ખાપટ, પોરબંદર વાળાઓને રોકડ રૂ. ર૧ર૭૦ તથા મો.સા.-૦ર રૂ. ૪પ૦૦૦ એમ કુલ મળી રૂ. ૬૬ર૭૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ અને ઉપરોકત તમામ માણસો વિરૂદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશન, જીલ્લો પોરબંદર ખાતે જુગાર ધારા ૧ર(અ) મુજબ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ.

(11:42 am IST)