Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

વેપારીઓની પોલીસ તંત્ર સાથેની મીટીંગમાં નિર્ણય જસદણમાં બપોરે બાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે

જસદણ, તા. ૨૭ : કોરોના લોકડાઉનની સ્થિતિમાં ગઈકાલે રાજય સરકારે અમુક પ્રકારની દુકાનોને આખો દિવસ દરમિયાન ખુલ્લી રાખવાની છૂટી આપ્યા બાદ જસદણમાં આખો દિવસને બદલે સવારે આઠથી બપોરે બાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય જસદણમાં લેવામાં આવ્યો છે.

જસદણમાં કન્યા વિનય મંદિર ખાતે ડીવાયએસપી ડો. શ્રુતિ મહેતા અને પીએસઆઇ એન. એચ. જોશી સાથે જસદણના અગ્રણી વેપારીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજય સરકારે જે પ્રકારના જે કેટેગેરીના વેપાર-ધંધા ખુલ્લા રાખવાની છૂટ આપી છે તે પ્રકારની ધંધાનીઙ્ગ દુકાનો બપોરે બાર વાગ્યા સુધી ખુલી રાખવાનો અને કરિયાણાની દુકાની બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય જુદા જુદા ધંધાના અગ્રણી વેપારીઓએ કર્યોઙ્ગ હતો. બપોરે એક વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ઙ્ગ ઙ્ગઆ ઉપરાંત જસદણમાં આટકોટ રોડ ઉપર તેમજ જૂના બસ સ્ટેન્ડ નજીક બંને જગ્યાએ તંત્રએ ગોઠવી દીધેલી શાકભાજીની વ્યવસ્થાના સ્થળે સવારે આઠ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી શાકભાજી વેચી શકશે. જયારે મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રહી શકશે. પીએસઆઇ એન. પી. જોશીએ જણાવ્યું હતું કે નાગરિકો માસ્ક પહેરીને જ નીકળે, દરેક વેપારી તેમની દુકાને સેનેટાઈઝરની બોટલ રાખે, તેમને ત્યાં આવતા ગ્રાહકોનું સોશિયલ ડિસ્ટન્સ રાખે અને કોરોના નિયંત્રણ માટે દરેક વેપારીઓ તેમજ દરેક નાગરિકોને સાથ આપે તેવીઙ્ગ અપીલ કરી હતી.

વિભાગીય પોલીસ વડા ડો. શ્રુતી મહેતાએઙ્ગ દુકાનો ખુલ્લી રાખવા સબંધિત સરકારની અને રાજકોટ કલેકટરની જાહેરાત સબંધિત વિસ્તૃત માહિતી વેપારીઓનેઙ્ગ આપી હતી અને લોકડાઉન સંબંધિત વેપારીઓને મૂંઝવતાઙ્ગ કાયદાકીય પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને લોક ડાઉન ના તમામ નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી હતી. પીએસઆઇ નિકુંજ ભાઈ જોશીએ જણાવ્યું હતું કે રાજય સરકારે જે પ્રકારના ધંધાને છૂટ આપી નથી તેવી એક પણ દુકાન જસદણમાં ખોલી શકાશે નહીં.

(11:41 am IST)